Commander level meeting
રક્ષામંત્રી રાજનાથ સિંહે અજીત ડોભાલે સાથે ચીન સાથે તણાવને લઇ તેમજ LAC ના હાલાત પર સમીક્ષા કરી. હાલાતની સમીક્ષા માટે અજીત ડોભાલે ગઈ કાલે મહત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં ગૃહ સચિવ અને ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ હાજર રહ્યાં હતા. ગુપ્તચર એજન્સીઓએ ચીન સાથે તણાવ પર અજીત ડોભાલેને જાણકારી આપી. ચીન સાથે કમાન્ડર સ્તરની વાતચીત (Commander level meeting) પર અજીત ડોભાલની નજર છે.
આ પણ જુઓ : ડૉ. કફિલ ખાનને તત્કાળ મુક્ત કરો : અલાહાબાદ હાઇકોર્ટનો આદેશ
સવારે 10 વાગ્યાથી ચુશુલમાં કમાન્ડર સ્તરની બેઠક (Commander level meeting) ચાલુ છે. પેન્ગોંગમાં ભારતની સ્થિતિ ચીનની સરખામણીએ સારી છે. ત્યરબાદ હવે ચીને ભારત પર LACના ભંગનો આરોપ લગાવ્યો છે. 29-30 ઓગસ્ટની રાતે પેન્ગોંગમાં ચીની સૈનિકો સાથે ભારતીય સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પેન્ગોંગમાં ભારત-ચીન વચ્ચે ઘર્ષણ પર ચીનના દૂતાવાસનું નિવેદન સામે આવ્યું છે. ચીને ભારત પર LACના ભંગનો આરોપ લગાવ્યો છે.
આ પણ જુઓ : C.R.Patil અંબાજી દર્શનથી ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે
29-30 ઓગસ્ટની રાતે લદાખની પેન્ગોંગ ઝીલના દક્ષિણમાં ચીનના 500 સૈનિકોએ કેટલાક વિસ્તારો પર ગેરકાયદેસર કબ્જો જમાવવાની કોશિશ કરી. ચીનના સૈનિકોની પાસે દોરડું અને ચઢાણ માટેના બીજા ઔજારો પણ હતાં. રાતના અંધારામાં બ્લેક ટોપ અને થાકુંગ હાઈટ્સની વચ્ચે ટેબલ ટોપ વિસ્તાર પર ચીની સૈનિકોએ ચઢાણ શરૂ કર્યું. ભારતીય જવાનોએ ચીનની સેનાને પહેલા રોકી અને પછી ચીનને પાછળ હટવા માટે મજબૂર કરી દીધી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.