Harij

Harij

હારિજ (Harij) તાલુકાના અરીઠા ગામે ગામના જ યુવાને પરિણીતાની ઈજ્જત લેવાની કોશિશ કરતાં યુવક સામે ગુનો નોંધાયો છે. હારીજ તાલુકાના અરીઠા ગામે રહેતી પરિણીતા 24/12/2020ના રોજ વહેલી સવારે અંધારાના સમયે ઘરનું આંગણું વાળી રહ્યા હતા.

તે દરમિયાન અંધારાનો લાભ લઈ આગળની રાત્રે જેની સાથે ઝઘડો થયો હતો તે લક્ષ્મણભાઈ બીજલભાઈ આસોડિયા અચાનક આવી મહિલાને શારિરીક અડપલા કરવા લાગ્યા હતા. જેથી મહિલાએ બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ કરતા અન્ય મહિલાઓ છોડાવવા વચ્ચે પડતાં યુવકે નિકિતા અને રમીલાબેનને મારવા લાગ્યો હતો.

ત્યારબાદ ત્યાંથી જતાં જતાં ધમકી પણ આપી હતી કે મકાનો છોડીને જતાં રહો નહિતર હવે પછી એકેયની ઇજ્જત બચાવી શકશો નહીં. આ ઘટના બાદ અને ધમકી આપ્યા બાદ મહિલાએ હારીજ પોલીસ મથકે લક્ષ્મણભાઈ બીજલભાઈ આસોડિયા સામે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024