Sunita Yadav #isupportsunitayadav
- સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સામે સુરતમાં ગુનો નોંધાયો છે.
- મહિલા કોન્સ્ટેબલ Sunita Yadav સાથે પ્રકાશ કાનાણીને વિવાદ થતા સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવ્યો હતો.
- ત્યારે પ્રકાશ કાનાણી સામે કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- ગુરુવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો.
- સમગ્ર બનાવમાં એલઆર કોન્સ્ટેબલ Sunita Yadav (સુનિતા યાદવ) સાથે પ્રકાશ કાનાણીને પોતાના મિત્રોને છોડાવવા મામલે માથાકૂટ થઈ હતી.
- ત્યારે પ્રકાશ સહિત મિત્રો સામે પણ ગુનો દાખલ કરાયો છે.
- મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ (Sunita Yadav) વચ્ચેનો વિવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો હોય એવું લાગી રહ્યું છે.
- કારણે કે સોશિયલ મીડિયા પર મહિલા પોલીસકર્મી સુનિતા યાદવને જબરદસ્ત સપોર્ટ મળી રહ્યો છે
- Sunita Yadav એ પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરીમાંથી રાજીનામું આપી દીધા બાદ ટ્વિટરમાં સુનિતા યાદવને ફુલ સપોર્ટ મળી રહ્યો હતો.
- તો આ સંદર્ભે ટ્વિટર પર #isupportsunitayadav હેશટેગ ટ્રેન્ડિંગ કરી રહ્યું છે.
- તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સમગ્ર મામલાની નોંધ લીધી હતી. જેના પડઘ આખરે આજે પડ્યા હતા.
- મળતી માહિતી મુજબ આ મામલે હવે પ્રકાશ કાનાણી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
- તેમની સામે સુરતના વરાછામાં ફરફ્યું ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
- જ્યારે એવી માહિતી પણ મળી રહી છે કે આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ સહિત 3ની અટકાયત પણ કરવામાં આવી છે.
- ACPએ કહ્યું કે વીડિયોના આધારે તપાસ કરવામાં આવશે.
- આપને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસ સાથે રકઝકના વીડિયો વાયરલ થયા હતા.
- Ranbir Kapoor, નીતુ અને Karan Johar પણ કોરોના પોઝિટિવ? રિદ્ધિમાએ જણાવ્યું કે…
- Bachchan પરિવાર સુધી આ રીતે પહોંચ્યો કોરોના…
- સુનિતા અને પ્રકાશ ઉપરાંત સુનિતા અને સ્થાનિક પીઆઇ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
- હાલ તો સોશિયલ મીડિયા પર માંગ ઉઠી રહી છે કે, સુનિતા યાદવનું રાજીનામું તો ન જ સ્વિકારવામાં આવે પરંતુ કુમાર કાનાણી રાજીનામું આપે.
- કાનાણીના પુત્ર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow