Brijesh merja

  • કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોનો (MLA) કૉંગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી.
  • આવી જ એક ઘટના મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા (Brijesh merja) સાથે બની છે.
  • બ્રિજેશ મેરજા (Brijesh merja) એ તાજેતરમા જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને અલવિદા કરી અને ભાજપનો કેસરિયો પહેરી લીધો છે.
  • જોકે, કૉંગ્રેસમાં કામ કર્યુ અને કાર્યકર હોવાના કારણે તેમનો કૉંગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી.
  • આ દરમિયાન તેમણે મોરબી કૉંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાવાના કાર્યક્રમ બાદ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં શબ્દોના ગુંચવાડા (slip of tongue) ઊભા કર્યા હતા.
  • બ્રિજેશ મેરજા (Brijesh merja) એ ભાંગરો વાટતા સોશિયલ મીડિયા પર રમૂજ થઈ હતી.
  • તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને (CR Patil) કૉંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગણાવ્યા હતા.
  • મેરજા કહ્યું હતું કે કૉંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) સાહેબની આગેવાનીમાં કૉંગ્રેસના આગેવાનો કમળ ખીલવશે.
  • તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે ‘ભાજપના નેજા હેઠળ કૉંગ્રેસના આગેવાનો કમળ ખીલવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.’
  • એટલું જ નહિ પરંતુ મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને ગણાવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ.
  • આમ કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને કૉંગ્રેસ એવી ગોખાયેલી છે કે બોલવામાં થોડી સમસ્યા સર્જાય છે.
  • આ અગાઉ કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ ભાજપના ગૃહ મંત્રી અમિત શાહને અમિત ચાવડા ગણાવ્યા હતા.
  • તો ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ પણ કૉંગ્રેસ પ્રમુખનો આભાર માન્યો હતો.
  • તથા તે સમયે મેરજા પણ ભાજપના તત્કાલિન પ્રમુખ વાઘાણીને કૉંગ્રેસના પ્રમુખ ગણાવી તેનો આભાર માની લીધો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024