પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ ધારપુર ખાતે કોરોના ની સંભવીત ત્રીજી લહેર ને પહોંચી વળવા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરી માટે મુલાકાત લીધી હતી.
કોરોનાના નવા ઓમીક્રોન વેરિયન્ટ માટે અલગ વોર્ડ તેમજ વ્યવસ્થાનું નિરીક્ષણ જીલ્લા વિકાસ અધિકારીએ કર્યું હતું. તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ જેવીકે બેડ, ઓક્સિજન, દવાઓ વગેરેની માહિતી મેળવી હતી.
કોરોનાની સંભવિત અસરને પહોંચી વળવા તેઓએ સ્ટાફને જારૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની મુલાકાત દરમિયાન ધારપુર હોસ્પિટલના ડૉ.મનીષ રામાવત, ડૉ.હિતેશ ગોસાઈ, પી.આઇ.યુ ના પારસ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અરવિંદ પ્રજાપતિ તથા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યા હતા.