77 વર્ષીય નરેશ કનોડિયાની તબીયત નાજૂક થતાં અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા પણ કોરોના સંક્રમિત થયા છે.

નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કોરોના વાયરસ સંક્રમણના કેસો ગુજરાતમાં વધી રહ્યા છે. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બાકાત નથી. એક તરફ ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ અત્યાર સુધી અનેક કલાકારો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ પહેલા મુંબઈ સ્થિત અનેક કલાકારો કોરોના વાયરસનો ભોગ બની ચૂક્યા છે. પ્રતિક ગાંધી. જયશ્રી પરીખ, કિરણ કુમારને પણ કોરોના થયો હતો. આ બધા કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024