કોરોના મહામારીને લઇ દુનિયા આખી લડી રહી છે. જેના સંદર્ભમાં દુનિયા આખી અત્યારે કોરોના વાયરસની વેક્સિન (Corona vaccine) શોધવામાં લાગી છે. ચીન પણ કોરોના વેક્સિન માટેના પ્રયત્નો કરી રહ્યું છે.

આ મહામારીમાં ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચીનની પ્રથમ કોરોના વેક્સિન (Corona vaccine)ને પેટેંટ મળી ગયા છે. આ રસીને ચીની સેનાની મેજર જનરલ ચેન વેઇ અને CanSino Biologics Inc નામની કંપનીએ મળીને બનાવી છે. આ કોરોના રસીનું નામ Ad5-nCoV આપવામાં આવ્યું છે. ચીન આ વેક્સીનના ત્રીજા સ્તરના ટ્રાયલનું પરીક્ષણ દુનિયાના અનેક દેશોની અંદર કરી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં આ રસી બજારમાં આવશે તેવી સંભાવના છે.

આ પણ જુઓ : UP : 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા

આ પેટેંટ માટે 18 માર્ચના રોજ અનુરોધ કરાયો હતો અને 11 ઓગષ્ટના રોજ તેને મંજૂરી આપવામાં આવી છે. ચીનની નેશનલ ઇંટેલેક્ચ્યુલ પ્રોપરર્ટી એડમિનિસ્ટ્રેશને આ પેટેંટ મળ્યાની જાણકારી આપી છે.

આ પણ જુઓ : Rahul Gandhi એ ચીન મામલે PM નરેન્દ્ર મોદીને ફરી ઘેર્યા

ચીને જણાવ્યું છે કે આ રસીનું ત્રીજા સ્તરનું પરીક્ષણ ઘણું પ્રભાવી રહ્યું છે. જો પરિણામ સકારાત્મ આવ્યા તો રસીને બજારમાં મુકવામાં આવશે. ઉપરાંત કહ્યું કે, આ રસીને હજુ સુધી મંજૂરી ભલે ના મળી હોય, પણ ચીને પોતાના સૈનિકોને આ રસી લગાવવાનું શરુ કરી દીધું છે. પીપલ્સ લિબરેશન આર્મીની મદદ વડે આ રસી સૈનિકોને આપવામાં આવી રહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024