Corona Vaccine

Corona Vaccine

દુનિયામાં કોરોના વેક્સિન (Corona Vaccine)ના ટ્રાયલ ચાલી રહી છે. ત્યારે હવે આ યાદીમાં હવે ભારતીય મહિલા વૈજ્ઞાનિકે બનાવેલી રસીનો પણ સમાવેશ થયો છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતીય પ્રોફેસર સુમી વિશ્વાસે કોરોના વાયરસની એક નવી રસી તૈયાર કરી છે. સુમી વિશ્વાસ ઓક્સફર્ડ યુનિવર્સિટીના જેનર ઇન્સ્ટિટ્યુટના પ્રોફેસર એડ્રિયન હિલ અને સારા ગિલબર્ટ સાથે કામ કરી ચુક્યા છે. સુમી વિશ્નવાસે 2017ની અંદર સ્પાયબાયોટેક નામની કંપની પણ બનાવી હતી.

એડ્રિયન હિલ અને સારા ગિલબર્ટે બનાવેલી વેક્સીન અત્યારે છેલ્લા સ્ટેજના ટ્રાયલમાં છે. સ્પાયબાયોટેક કંપની જ આ નવી કોરોના વેક્સિન તૈયાર કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દુનિયાની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ આ રસીનું ઓસ્ટ્રેલિયામાં માનવ પરિક્ષમ પણ શરુ કર્યુ છે.

આ પણ જુઓ : ભારતીય વિદેશ મંત્રાલયે Global Times ને લઇ આપી ચેતવણી

આ નવી વેક્સિનની અંદર હિપેટાઇટસ બી એન્ટીજનના વાયરસ જેવા કણને કેરિયર તરીકે લેવામાં આવ્યો છે. જેના કારણે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થશે. આ વેક્સિનનું માનવ પરિક્ષણ ઓસ્ટ્રેલિયામાં શરુ કરવામાં આવ્યું છે. તેમની કંપની સ્પાયબાયોટેકે સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે રસીના લાયસન્સ માટે સમજૂતી કરી છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024