લેપટોપ ચાર્જ કરતી દેશની પ્રથમ પાવરબેંક લોંચ થઇ

ENLAPPOWER Powerbank
- Advertisement -

This browser does not support the video element.

ENLAPPOWER Powerbank

એક કંપનીએ લેપટોપને ચાર્જ કરતી પાવરબેંક લોંચ કરી છે. પિન પેરિફેલ્સ પ્રાઈવેટ લિમિટેડે હવે લેપટોપ ચાર્જ કરતી ENLAPPOWER પાવરબેંક (ENLAPPOWER Powerbank) લોંચ કરી છે. આ પાવરબેંકની બેટરી 20 હજાર mAhની છે. સાથે સાથે યુએસબી C ટાઈપથી લેપટોપ સરળતાથી ચાર્જ કરી શકાશે.

કંપનીએ દાવો કર્યો છે કે લેપટોપ ચાર્જ કરનારી દેશની પ્રથમ પાવરબેંક છે. માર્કેટમાં EVM ENLAPPOWER પાવરબેંકની કિંમત 9 હજાર 999 રૂપિયા છે. પાવરબેંકની ખરીદી પર કંપની ત્રણ વર્ષની વોરંટી પણ આપી રહી છે. આ પાવરબેંક એકસાથે 3 ડિવાઈસ ચાર્જ કરવા માટે સક્ષમ છે.

આ પણ જુઓ : બે ટોચની કંપનીઓને રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો

આ પાવરબેંકથી એપલ કંપનીની MacBook, MacBook Air, MacBook Pro તેમજ MS સરફેસ પ્રો, DELL XPS 13, HP Spectre x360, Lenovo IdeaPad, LG Gram, Asus Zenbook 13 ચાર્જ થઈ શક્શે.

પાવરબેંકમાં 2 USB અને USB ટાઈપ સી સામેલ છે. પાવરબેંક ચાર્જ કરવા માટે 4 ફૂટ લાંબો કેબલ આપવામાં આવ્યો છે. તેને અલ્ટ્રા બ્લેક પ્રીમિયમ મેટલ બોડીથી તૈયાર કરાયો છે. કંપની કેબલ પર પણ  3 વર્ષની વોરન્ટી આપી રહી છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.