MD Drugs

સુરતમાં એમ.ડી.ડ્રગ્સ (MD  Drugs) વેચાણના સ્વર્ગ સમાન રાંદેરના કોઝવે સર્કલ નજીક રાજુનગરમાં SOG એ પતરાના છતવાળા એક મકાનમાં છાપો મારી છૂટક એમડી.ડ્રગ્સ વેચતા દંપતીને રૂ. 45 હજારની મત્તાના 9 ગ્રામ એમડી.ડ્રગ્સ  (MD Drugs) સાથે ઝડપી લીધા હતા.

તેમની પુછપરછના આધારે એસ.ઓ.જીએ ડ્રગ્સ વેચવા આપનાર ભરૃચી ભાગળ ઝુપડપટ્ટીના યુવાનને પણ ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

સુરતમાં લાંબા સમય થી નશા માટે પદાર્થ નું ખુલે આમ વેચાણ થાય છે ત્યારે આ બાબતે પોલીસને બાતમી મળી હતી કે, રાંદેર કોઝવે સર્કલ રાજુનગર પ્લોટ નં.27/331 માં પતરાના છતવાળા એક મકાનમાં  MD Drugs નું છૂટક વેચાણ કરવામાં આવે છે.

ગતરોજ પોલીસે આ બાતમીના આધારે છાપો મારતા અહીંયા  મોહમદસલીમ મોહમદસફી મેમણ  અને તેની પત્ની જોહરાબીબી પોલીસે  ઝડપી લીધા હતા. એસ.ઓ.જીએ તેમની પાસેથી રૂ.45 હજારની કિંમતનું 9 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.65 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અગાઉ હત્યાના પ્રયાસ, ચોરીના ગુનામાં ઝડપાયેલા મોહમદસલીમ અને તેની પત્નીની પુછપરછ કરતા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો તેમને રાંદેરની ભરૃચી ભાગળ ઝૂંપડપટ્ટીમાં રહેતો આલમજેબ ઉર્ફે આલમ ગોલ્ડન મોહમદ અયૂબ ઉર્ફે મગરુ શેખ આપી ગયો હોવાની કબૂલાત કરતા એસ.ઓ.જીએ તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024