ID

Fake ID

સુરત સાઇબર ક્રાઇમ બ્રાંચે પાટણના એક દંપતી ની ધરપકડ કરી છે. આ દંપતી ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને સામેની વ્યક્તિને જાળમાં ફસાવતું હતું. તેમજ તેમની પાસેથી પૈસા પડાવતા હતા.

ફેસબુકમાં ફેક એકાઉન્ટ (ID) બનાવી ફ્રેન્ડશીપ કરી વાતો કરી માતા બીમાર હોવાના અલગ અલગ બહાનાઓ બતાવી રૂપિયાની મદદ માંગતા પાટણના દંપતીને પોલીસે ઝડપી લીધુ છે. ઠગ દંપતી વિશ્વાસમાં લઈને રૂપિયા 16 લાખ 44 હજાર પડાવી લીધા હતાં. જેથી ફરિયાદના આધારે કાર્યવાહી કરતાં સાયબર ક્રાઈમે ઠગ દંપતીને ઝડપી લીધા છે.

સુરત શહેરના ડભોલી ચાર રસ્તા સ્થિત શાંતિવન સોસાયટીમાં રહેતા અને પાલેજની ફિલીપ્સ કાર્ડન બ્લેક લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર દિવ્યેશ વજુભાઇ ઉકાણીને ફેસબુક પર નેહા પટેલ નામના એકાઉન્ટ (ID) ઉપરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. રિકવેસ્ટ સ્વીકારતાની સાથે જ તેમના મેસેન્જરમાં એક મેસેજ આવ્યો હતો કે, “મારા મમ્મીની કિડની ફેઈલ છે અને ઊંઝા ખાતે હોસ્પિટલમાં એડમિટ છે, મારે પપ્પા નથી અને ભાઈ નાનો છે. મારે પૈસાની જરૂર છે. મારે થોડાક રૂપિયા જોઈએ છે.”

‘નેહા પટેલ’ના આવે મેસેજ પર દિવ્યેશે શરૂઆતમાં રિપ્લાય આપ્યો ન હતો પરંતુ અવાર નવાર મેસેજ આવતા નેહાને રિપ્લાય આપ્યો હતો. મેસેન્જરમાં બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કરી વાતચીત શરૂ કરી હતી. જે બાદમાં દિવ્યેશે હોસ્પિટલ બિલના રૂા. 4 હજાર આપ્યા હતા. એક વખત પૈસા મળતા નેહા સમયાંતરે માતા બીમાર છે અને દવા ખર્ચના નામે પૈસાની માંગણી કરતી હોવાથી દિવ્યેશે લાગણીમાં તણાઇ પર્સનલ લોન લઇ રૂ. 9.53 લાખ અને ટુકડે-ટુકડે કુલ રૂ. 16.44 લાખ આપ્યા હતા. ત્યાર બાદ અચાનક જ નેહાએ પોતાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું હતું અને બીજા એકાઉન્ટમાંથી દિવ્યેશને મેસેજ કરી તેના પપ્પાએ લીધેલી મકાન લોનના હપ્તા ભરવાના બહાને રૂ. 3 લાખની માંગણી કરી હતી. પરંતુ દિવ્યેશને શંકા જતા લોન એકાઉન્ટ નંબરની માંગણી કરી હતી પરંતુ નેહાએ તે માહિતી આપી ન હતી. 

ફરિયાદીને શક જતા તેને સુરત ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં આરોપી નરેશ બાબુ પટેલ અને તેમની પત્ની હંસાબેન નરેશ પટેલને ઝડપી પડ્યા હતા. આ ઠગ દંપતીનું રહેઠાણ પદ્મનાભ ચોકડી, પાટણ છે.

પોલીસની પૂછપરછ બાદમાં આરોપીઓએ નકલી ફેસબુક એકાઉન્ટ આઈડીથી ફરિયાદી પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરી હતી. આ બાદમાં પોલીસે કોવિડ-19નો રિપોર્ટ કરાવી નેગેટિવ આવતા વધુ તપાસ હાથ ધરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024