COVID-19
પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે આરોગ્ય વિભાગના સંકલનમાં COVID-19 રેપીડ એન્ટીજન ટેસ્ટ કેમ્પનું આયોજન. જિલ્લાની પળે પળની ખબર પ્રજા સુધી પહોંચાડનાર પત્રકાર મિત્રોના આરોગ્યની દરકાર કરી જિલ્લા માહિતી કચેરી દ્વારા COVID-19 ટેસ્ટ કેમ્પ યોજાયો. તમામ સેમ્પલના રીઝલ્ટ નેગેટીવ.
કોરોના વાયરસ મહામારી અંતર્ગત પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે પત્રકાર મિત્રોના આરોગ્યની દરકાર કરી પાટણ જિલ્લા માહિતી કચેરી દ્વારા વિશેષ કોવિડ-૧૯ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકડાઉન તથા અનલોક દરમ્યાન શહેર તથા જિલ્લાની પળે પળની ખબર પ્રજા સુધી પહોંચાડનાર લોકતંત્રના ચોથા સ્તંભ સમા પત્રકાર મિત્રોના આરોગ્યની દરકાર કરી જિલ્લા માહિતી કચેરી દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં COVID-19 ટેસ્ટ કેમ્પ યોજાયો. નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીના માર્ગદર્શન હેઠળ માહિતી કચેરીના કોન્ફરન્સ હૉલ ખાતે યોજાયેલા કેમ્પમાં તાલુકા હેલ્થ ઑફિસર ડૉ.ગૌરાંગ પરમારની સુચનાથી આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા માહિતી કચેરીના સ્ટાફ ઉપરાંત જિલ્લાના વિવિધ માધ્યમોના પ્રતિનિધિશ્રીઓ, પત્રકારશ્રીઓ તથા તંત્રીશ્રીઓના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા. કેમ્પમાં લેવામાં આવેલા તમામ સેમ્પલના રિઝલ્ટ નેગેટીવ આવ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.