અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો નાગરિકો માટે હેલ્પ લાઈન નંબર
અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં રોજેરોજ ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે જે ચિંતા નો વિષય છે અને એનું સમાધાન અને રસ્ત્યાતો જરૂરી છે તો હવે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે જાહેર જનતાને સોશિયલ મીડિયા મારફત તાકીદે મદદ કરવાનો નિર્ણય લીધો છે.
શહેરમાં કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી છે. થોડા દિવસો પહેલા વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. આ અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. આતંક ફેલાવનારા તત્વોને પકડીને જાહેરમાં સરભરા કરી હતી. ઉપરાંત તેમના રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું.
અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું, શહેરમાં આપનાં રહેણાકની આજુબાજુમાં, વ્યવસાય, નોકરીના સ્થળની આજુબાજુમાં કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ ભય ફેલાવનાર, દાદાગીરી કરનારા કે અન્ય કોઈ પણ પ્રકારના ગેરકાયદે કૃત્ય કરનાર અસામાજિક ઇસમો સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.