તૌકતે વાવાઝોડા દરમ્યાન લોકો ઘરમાં જ રહે તે સલાહભર્યું છેઃ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી

તૌકતે સાયક્લોન પાટણ જિલ્લામાંથી પસાર થવાનું છે ત્યારે આપત્તિના સમયમાં મદદ મેળવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાં ૧૦ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જિલ્લાના નાગરિકોને વાવાઝોડા દરમ્યાન પોતાના ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો છે.

જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, તા. ૧૮ મેના રોજ તૌકતે વાવાઝોડુ પાટણ જિલ્લામાંથી પસાર થવાની શક્યતા છે. આ વાવાઝોડાના કારણે પાટણ જિલ્લામાં અને ખાસ કરીને સાંતલપુર, રાધનપુર, સમી અને શંખેશ્વર જેવા પશ્ચિમી તાલુકાઓમાં ૧૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવના છે.

જાનમાલનું નુકશાન અટકાવવા જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિ દરમ્યાન લોકો ઘરમાં જ રહે તે સલાહભર્યું છે. કાચા મકાનોમાં રહેતા લોકો વહિવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલા આશ્રયસ્થાનોમાં રહે. જો કોઈ અનિચ્છનિય ઘટના બને તો તરત કંટ્રોલ રૂમમાં જાણ કરવા અનુરોધ છે.

પાટણ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સંપર્ક યાદી
અનુ. નં કચેરીનું નામ ટેલિફોન નંબર
૧ જિલ્લા કંટ્રોલ રૂમ પાટણ ૦૨૭૬૬-૨૨૪૮૩૦
૨ કંટ્રોલ રૂમ તાલુકો પાટણ ૦૨૭૬૬-૨૩૦૭૦૦
૩ કંટ્રોલ રૂમ તાલુકો સિદ્ધપુર ૦૨૭૬૭-૨૨૦૦૭૧
૪ કંટ્રોલ રૂમ તાલુકો સરસ્વતી ૦૨૭૬૬-૨૯૭૦૨૬
૫ કંટ્રોલ રૂમ તાલુકો ચાણસ્મા ૦૨૭૩૪-૨૨૨૦૨૧
૬ કંટ્રોલ રૂમ તાલુકો હારીજ ૦૨૭૩૩-૨૨૨૦૭૬
૭ કંટ્રોલ રૂમ તાલુકો સમી ૦૨૭૩૩-૨૪૪૩૩૩
૮ કંટ્રોલ રૂમ તાલુકો શંખેશ્વર ૦૨૭૩૩-૨૭૩૧૦૨
૯ કંટ્રોલ રૂમ તાલુકો રાધનપુર ૦૨૭૪૬-૨૭૭૩૧૦
૧૦ કંટ્રોલ રૂમ તાલુકો સાંતલપુર ૦૨૭૩૮-૨૨૪૧૨૫
આ ઉપરાંત ટોલ ફ્રી નં.૧૦૭૭ પર પણ સંપર્ક કરી શકાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024