દાહોદ: ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે બસ સ્ટોપની બાજુમાં બસમાં આગ લાગતા બસ ઘટનાસ્થળે બળીને ખાખ
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે બસ સ્ટોપની બાજુમાં ફતેપુરા વડોદરા બસમાં આગ લાગતા ડ્રાઇવરની સમય સૂચકતાએ પેસેન્જરોનો જીવ બચાવી લીધો હતો ત્યારે બસ ઘટનાસ્થળે બળીને ખાખ.
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામ ખાતે ફતેપુરા વડોદરા જેનો બસ નંબર GJ-18-Z4126 જે બસમાં એકાએક આગ લાગતાં ડ્રાઇવરની સમજતા પેસેન્જરોનો જીવ બચાવવામાં આવ્યો હતો જ્યારે ત્યાંના એક જાગૃત નાગરિક દ્વારા ઝાલોદ ફાયર સ્ટેશનના જાણ કરતા ફાયર ફાયટરો દ્વારા ઘટનાસ્થળે તુરંત પહોંચી બસને અંદર લાગેલી આગને ઓલવવામાં આવી હતી.
ઝાલોદ ડેપો મેનેજર રાજેશભાઈ વશૈયાને ટેલીફોનીક જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પોહચી આવ્યા હતા જેઓને પૂછતા તેઓએ જાણ કરેલ કે કોઈ મોટી જાનહાનિ થયેલ નથી. હવે જાણવાનું રહ્યું કે આગ શોર્ટ સર્કિટના લીધે કે એન્જિનમાં કોઈ તકલીફના લીધે લાગી તે હવે ચર્ચા નો વિષય રહ્યો છે.
- થરામાં દાખલ થયેલા હનીટ્રેપના પાંચેય આરોપીઓ ઝડપાયા – આ રીતે ફસાવતા હતા લોકોને.
- Patan : ખલીપુર નજીક રેલવેની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!