દાહોદ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે નીટ અને જેઇઇની તૈયારી માટે ક્લાસ શરૂ કરાયા
જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વહીવટી તંત્રની ઉમદા પહેલ…
દાહોદના તેમજ તેની આજીબાજુના ગામના વિદ્યાર્થીઓ માટે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની પ્રેરણા અને માર્ગદર્શનમાં એકલવ્ય પ્રયાસ ઇનેશ્યેટીવનો પ્રારંભ કરાયો છે. જેમાં નીટ અને જેઈઇની પરીક્ષાની તૈયારી માટે ૭૦ દિવસના ખાસ કોર્ષની શરૂઆત કરાય છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને ડીડીઓ સુશ્રી નેહા કુમારીએ જણાવ્યું છે કે દાહોદના સારામાં સારી ફેકલ્ટીના અનુભવી સ્પીકર્સ પણ હાજર રહશે અને વિદ્યાર્થીઓને રીવીઝન કરાવવાનું કાર્ય કરશે. અઠવાડીયાના અંતે પરીક્ષાનુ પણ આયોજન કરવામાં આવશે અને પુરા આભ્યાસક્રમના પાચ મોકટેસ્ટ પણ લેવામાં આવશે જેના લીધે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય દુર થશે.
તેમજ વેકેશન દરમ્યાન શુક્ર, શનિ અને રવિવારના રોજ ક્લાસ રાખવામાં આવશે અને પરીક્ષાલક્ષી મર્ટીર્યલ્સ પણ અમારા તરફથી આપવામાં આવશે. અમારું મહત્વનું ધ્યાન નીટની પરીક્ષા તા.૧૭ જુલાઈ ઉપર રેહશે. જેના કોમન વિષયોનો લાભ જેઈઈના વિદ્યાર્થીઓ પણ લઇ શકશે. બાયોલોજી, કેમેસ્ટ્રી , અને ફિઝીક્સ તેમજ બીજા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં કોચિંગ ૨૯ એપ્રિલ થી ૧૦ જુલાઈ સુધી અપાશે. જે વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઇ શકે છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ