આજરોજ દાહોદ જિલ્લાના અધિક્ષક એસ.એસ.પી દ્વારા વિવિધ ગામો અને પાલિકાઓની તા. 1/7/2022 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે દાહોદ જિલ્લાના એસ.પી બલરામ મીણા તેમજ એલ.સી.બી, એસ.આર.પી, બી.એસ.એફ અને જી.આર.ડી હોમગાર્ડ પોલીસ જવાન તેમજ વિવિધ કાફલા સાથે દાહોદ જિલ્લાના વિવિધ શહેરોમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું.
તમામ રાજમાર્ગો પર ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે ત્યારે તમામ રૂટો પર ચાપતો બંદોબસ્ત રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખી આ તમામ રાજમાર્ગોની જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી.