BJP

ગુજરાતમાં ડાકોર નગરપાલિકામાં 28 સભ્યો છે જેમાં 11 સભ્યો BJP ના અને 17 સભ્યો અપક્ષના ચૂંટાયા છે. તેમાં ગઈ ટર્મમાં ભાજપની બોડી બની હતી. પરંતુ એ વખતે 7 સભ્યોએ અપક્ષને વોટ આપ્યો હતો. તો બીજી ટર્મમાં પણ આ 7 સભ્યોમાંથી 3 સભ્યોએ અપક્ષને વોટ આપીને અપક્ષના મહિલા પ્રમુખ ઉમેદવારને વિજય બનાવ્યા હતા.

જો કે, ડાકોરના BJP ના રાજકારણમાં 2 જૂથ ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પહેલું જૂથ ખેડા સંસદ દેવુસિંહનું તથા બીજું જૂથ નવા પાર્ટીમાં જોડાયેલા રામસિંહ પરમારનું આ 7 સભ્યો સસ્પેન્ટ થવા બાબતનું મૂળ કારણ રામસિંહ પરમારના જૂથમાં છે તેવું સભ્યો જણાવી રહ્યા છે.

જો કે,આજે પહેલી ટર્મમાં BJP ના વ્હીપનો અનાદર કરી અપક્ષને વોટ આપવા બદલ આ 7 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. જો કે, મહત્વની વાત કરવામાં આવે તો આ 7 સભ્યો પૈકી 1 સભ્યને આ વખતે ઉપપ્રમુખનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તેમજ આ સભ્ય બિનહરીફ ચૂંટાઈને ઉપપ્રમુખ બન્યા હતા. પરંતુ આજે તેમને એ પદ પણ ગુમાવું પડ્યું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024