ડાન્સર કોરિયોગ્રાફર Remo Dsouzaને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ

Remo Dsouza
- Advertisement -

This browser does not support the video element.

Remo Dsouza

ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા (Remo Dsouza)ને હાર્ટ એટેક આવ્યો છે. તેઓ આ સમયે મુંબઇની જાણીતી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આજે શુક્રવારે બપોરે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેણે એન્જીયોગ્રાફી કરાવી. અને હાલમાં તે ICUમાં દાખલ છે. તેમની પત્ની લીઝૈલ હાલમાં તેમની સાથે હોસ્પિલમાં હાજર છે.

બોલિવુડમાં રેમો ડિસૂઝાએ તેના કરિયરની શરૂઆત કોરિયોગ્રાફર તરીકે કરી હતી. કોરિયોગ્રાફરથી ડાયરેક્ટર બની રેમો ડિસૂઝાએ ઘણી હિટ ફિલ્મો આપી છે. હાલમાં જ Street Dancer 3Dમાં ડાન્સ દ્વારા રેમો ડિસૂઝા દર્શકો માટે કંઈક અલગ લઇને આવ્યા હતા.

આ પણ જુઓ : બે ટોચની કંપનીઓને રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો

પોતાની ફિલ્મ સાથે સાથે રેમો તેમના લુક્સને લઇને પણ ઓળખાતા હતા. તેમની હેર સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ ચર્ચામાં રહેતી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.