Rs 2000 Notes India : ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. RBIએ કહ્યું, ‘વિડ્રોલ પ્રોસેસનો નિર્ધારિત સમય સમાપ્ત થઈ ગયો છે. સમીક્ષાના આધારે, 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની તારીખને 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2000 રૂપિયાની બેંકનોટ એક સમયે મહત્તમ 20,000 રૂપિયાની મર્યાદા સુધી બદલી શકાય છે. તમે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં ઇન્ડિયા પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની નોટ પણ મોકલી શકો છો. 2000 રૂપિયાની બેંક નોટ આમાંથી કોઈપણ ઓફિસમાં કોઈપણ મર્યાદા વિના જમા કરાવી શકાય છે.
જો કોઈ બેંક 7 ઓક્ટોબર સુધી 2000ની નોટો લેવાની ના પાડે તો તમે રિઝર્વ બેંકની વેબસાઈટ પર તેની ફરિયાદ કરી શકો છો. જો બેંક ફરિયાદ દાખલ કર્યાના 30 દિવસની અંદર જવાબ ન આપે અથવા ફરિયાદીને બેન્કના જવાબથી સંતોષ ન લાગે તો ગ્રાહકો રિઝર્વ બેંકના લોકપાલમાં ફરિયાદ નોંધાવી શકે છે.