DC

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 7 મી મેચ ત્રણ વખતની ચેમ્પિયન ટીન ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ આઈપીએલ મેચમાં દિલ્હી કેપિટલ્સએ ચેન્નાઈ સુપર કિંગ્સને પરાજીત કર્યું છે.

દિલ્હી (DC) માટે આ ટૂર્નામેન્ટમાં આ સતત બીજી જીત છે. આ પહેલાં દિલ્હી કેપિટલ્સ દ્વારા આપવામાં આવેલા 176 રનના ટાર્ગેટના જવાબમાં સીએસકેની ટીમ 20 ઓવરમાં 131-7 રનનો સ્કોર બનાવી શકી હતી. આઇપીએલ 2020ની 7મી મેચમાં દિલ્હી કેપિતલ્સે ચેન્નઇ સુપર કિંગ્સને 44 રનથી હરાવીને સ્કોર બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. 

દિલ્હીની આ સતત બીજી જીત છે. આ સાથે, દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. 19 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વિકેટના નુકસાન પર 127 રન બનાવ્યા હતા. ધોની અને જાડેજા ક્રીઝ પર હતા. છેલ્લી ઓવરમાં ચેન્નાઈને 6 બોલમાં 49 રનની જરૂર હતી. પરંતુ 5 જ રન બનાવ્યા હતા અને 44 રને ચૈન્નાઈ હારી ગયું હતું.

દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તો દિલ્હી કેપિટલ્સ (DC) એ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતાં, જેમાં ઓપનર પૃથ્વી શોએ સૌથી વધારે 64 રનનું યોગદાન આપ્યું હતું.

જ્યારે ફાગ ડુ પ્લેસિસ (43) કાગીસો રબાડા ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની અડધી ટીમ 113 રને પેવેલિયન પરત ફરી ગઈ હતી. ડુ પ્લેસિસે 35 દડાની ઇનિંગ્સમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતાં. ચેન્નાઇને કેદાર જાધવ (26)ના રૂપમાં ચોથો ઝાટકો લાગ્યો હતો. તથા નોત્જેએ તેનો શિકાર કર્યો હતો. જાધવે 21 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. સુકાની મહેન્દ્રસિંહ ધોની નંબર -5 પર બેટિંગ માટે ઉતર્યો હતો. તેમજ ચેન્નઈની ત્રીજી વિકેટ ઋતુરાજ ગાયકવાડ (5)ની પડી અને તે ટીમનો સ્કોર 44 રન હતો ત્યારે આઉટ થયો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024