Deepika Padukone
દીપિકા પદુકોણે (Deepika Padukone) ગયા શુક્રવારે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી હતી જેમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગ ત્રણ દિવસ પછી શરૂ થવાનું જણાવ્યું હતું. દીપિકા શૂટિંગ માટે ગોવા પહોંચી ગઇ છે. દીપિકાએ આ તસવીરમાં ફિલ્મના દિગ્દર્શક શકુન બત્રા, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કરવાને પણ ટેગ કર્યા હતા.
શકુન બાત્રાની આ ફિલ્મ 2006 ની હોલીવૂડ થ્રિલર ફિલ્મ મેચ પોટન્ટ પરથી બનાવામાં આવશે. આ એક સાઇકોલોજિકલ થ્રિલર હોવાનું કહેવાય છે. જોકે શકુન બાત્રાએ આ ફિલ્મને ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવાનો નિર્ણય કર્યો છે.
આ પણ જુઓ : 188 દિવસથી બંધ તાજમહાલ આજથી પર્યટકો માટે ખુલ્લો મૂકાયો
સિદ્ધાંતે એક વાતચીત દરમિયાન આ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, આ એક અલગ જ સ્ટોરી અને જનરે ધરાવતી ફિલ્મ બનશે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ગોવામાં થઇ રહ્યું છે, આ પછીનું શેડયુલ શ્રીલંકામાં ગોઠવવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.