ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) સરકાર ‘દીપોત્સવ’ પર અયોધ્યામાં 12 લાખ દીવાઓ પ્રગટાવશે, જેમાંથી નવ લાખ દીવાઓ સરયુ નદીના કિનારે પ્રગટાવવામાં આવશે. આજે ફરી રામ નગરીમાં દીપોત્સવનો વર્લ્ડ રેકોર્ડ બનશે. ગયા વર્ષે ‘દીપોત્સવ’ પર છ લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જે એક વિશ્વ વિક્રમ હતો.
5 દિવસ સુધી ચાલશે સમારોહ
ઉત્તર પ્રદેશ સરકારના નિવેદન અનુસાર, સોમવારથી શરૂ થનારી પાંચ દિવસની લાંબી ઉજવણી દરમિયાન રામલીલાનું મંચન કરવામાં આવશે, 3ડી હોલોગ્રાફિક પ્રદર્શન, લેસર શો અને ફટાકડા પણ હશે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નદીના કિનારે નવ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે અને બાકીના ત્રણ લાખ દીવાઓ 3 નવેમ્બરના રોજ સાંજે 6:00 થી 6:30 દરમિયાન શહેરના અન્ય ભાગોમાં પ્રગટાવવામાં આવશે.
શ્રીલંકા અને નેપાળની સાંસ્કૃતિક ટીમ આવી
રામલીલાના મંચ માટે શ્રીલંકા(Sri Lanka)થી સાંસ્કૃતિક જૂથને બોલાવવામાં આવ્યું છે, જ્યારે 5 નવેમ્બર સુધી ઘણી સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. નેપાળ(Nepal)ના જનકપુરની ટીમો સોમવારે રામલીલાનું મંચન કરશે, જ્યારે જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, આસામ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળની ટીમો પાંચ દિવસની ઉજવણી દરમિયાન તેનું મંચન કરશે.
યોગી આદિત્યનાથ અયોધ્યાના વિઝનનું વિમોચન કરશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ‘દીપોત્સવ’ કાર્યક્રમ દરમિયાન અયોધ્યાના રામ કથા પાર્કમાં ‘પુષ્પક વિમાન’ (હેલિકોપ્ટર)થી ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાનું પ્રતીકાત્મક રીતે સ્વાગત કરશે. આ કાર્યક્રમમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહેશે. સીએમ યોગી ‘સરયુ આરતી’ પણ કરશે અને અયોધ્યાના વિઝનનું વિમોચન કરશે.
અયોધ્યા દીપોત્સવ કાર્યક્રમ
સાંજે 06:30 કલાકે – રામાયણ પર આધારિત ભવ્ય લેસર શો, રામ કી પૌડી ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત 3D હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ.
સાંજે 07:05 કલાકે – મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ભાષણ.
સાંજે 07:20 કલાકે – યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનું ભાષણ.
સાંજે 07:30 કલાકે – માનનીય પ્રવાસન મંત્રી દ્વારા આભારદર્શન કરવામાં આવશે.
સાંજે 07:40 કલાકે – માનનીય ગેસ્ટ ઓફ ઓનર નયા ઘાટના સ્ટેજ પરથી ભવ્ય આતશબાજી અને લેસર શોના સાક્ષી બનશે.