Defence minister

Defence minister

ભારત અને ચીન વચ્ચેના તણાવને લઇ બેઠક યોજાઈ હતી. રૂસની રાજધાની મોસ્કોમાં ચીનના રક્ષા મંત્રી જનરલ વેઇ ફેંઘે સાથે થયેલી વાતચીત દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે (Defence minister) ચીનને સખત અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, પૂર્વી લદ્દાખમાં તણાવનું એકમાત્ર કારણ ચીની સૈનિકોનું આક્રમક વલણ છે અને આમ ચાલતું રહ્યું તો ભારત પોતાની સંપ્રભુતાની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.  

આ પણ જુઓ : WHO એ કોરોના વેક્સીનને લઇ નવું નિવેદન જાહેર કર્યું

એક ટ્વીટમાં કહેવામાં આવ્યું, ‘રક્ષામંત્રીએ કહ્યુ કે, સરહદ મેનેજમેન્ટ પ્રત્યે ભારતીય સૈનિકોનું વલણ હંમેશાથી ખુબ જવાબદારી ભર્યું રહ્યું છે, પરંતુ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને લઈને કોઈ શંકા ન હોવી જોઈએ.’

આ પણ જુઓ : Pangong : પેંગોંગ સરોવરની દક્ષિણનો વિસ્તાર ભારતના કબજામાં

રક્ષામંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, રક્ષા મંત્રીએ ચીની સૈનિકોની કાર્યવાહીઓ, તેનો આક્રમક વ્યવહાર અને દ્વિપક્ષીય સંધિઓનું ઉલ્લંઘન કરતા જમીની સ્થિતિને એકતરફી બદલવાના પ્રયાસના મુદ્દે ભાર આપ્યો હતો. તેમણે સરહદ પર ચીન તરફથી મોટી સંખ્યામાં સૈનિકો મોકલવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024