• India દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી (Arvind Kejriwalઅરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઇ ગઈ છે.
  • તેમને તાવ અને ગળામાં તકલીફ થયા બાદ હવે COVID-19 ટેસ્ટ કરાવવામાં આવશે.
  • સૂત્રો મુજબ, મુખ્યમંત્રી કેજરીવાલને રવિવારથી જ તાવ આવી રહ્યો છે.
  • તેને કારણે તેમણે બપોરે યોજાતી મીટિંગ પણ રદ કરી દીધી હતી.
  • તેમજ તેઓએ પોતાને આઇસોલેટ પણ કરી દીધા છે.
  • ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ દિલ્હીની કેજરીવાલ સરકારે હોસ્પિટલોના ભાગલા પાડી દીધા છે.
  • કેજરીવાલ સરકારની કેબિનેટે નિર્ણય લીધો છે કે દિલ્હીની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની સારવાર કરવામાં આવશે પછી ભલે તે સરકારી હોય કે ખાનગી ફક્ત દિલ્હીવાસીઓની જ સારવાર થશે.
  • દિલ્હીમાં હાજર માત્ર કેન્દ્રની હોસ્પિટલોમાં જ દિલ્હીથી બહારવાળાઓની સારવાર થશે.
  • તમને જાણવાનું કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીને આઇસોલેશનમાં જવાનો આ ત્રીજો મામલો છે.
  • આ પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની કેબિનેટના એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા મુખ્યમંત્રી સહિત અન્ય 3 મંત્રીઓને સેલ્ફ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
  • તથા એપ્રિલમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાત દિવસ સેલ્ફ-આઇસોલેશનમાં રહ્યા હતા.
  • તેમજ કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે થયેલી મીટિંગ બાદ ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગુજરાતના મુખ્યમંત્રીને સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડ્યું હતું.
  • દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધતા જઈ રહ્યા છે.
  • લૉકડાઉનમાં છૂટ આપ્યા બાદથી રોજ 24 કલાકના જાહેર થતાં આંકડાઓમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.
  • રવિવારે જાહેર આંકડાઓ મુજબ, દેશની રાજધાનીમાં 1282 કેસ સામે આવ્યા હતા.
  • દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 28,936 સુધી પહોંચી ગયો છે.
  • જ્યારે , હાલ દિલ્હીમાં વાયરસના 17,125 એક્ટિવ કેસ છે, જેમની વિવિધ હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
  • તેમજ અત્યાર સુધી કુલ 10,999 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024