ગુજરાત (Gujarat) રાજયમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહયો છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી રાજય સરકાર દ્વારા ધો.૧ થી ૮ના ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકોની ભરતી કરવામાં ન આવતાં તાત્કાલિક ધોરણે ધો.૧ થી ૮ના ગુજરાતી માધ્યમના (Gujarati medium) વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે તે માટે કલેકટર સહિત પાટણના (Patan) ધારાસભ્યને (MLA) આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં લેખિતમાં જણાવ્યું હતું કે, હાલમાં ધો.૯ થી ૧રની ભરતી પ્રકિ્રયા પૂર્ણ થતાં ધો.૬ થી ૮ના કેટલાક શિક્ષાકોએ તેમાં નિમણુંક મેળવી હોવાથી શાળામાં શિક્ષાકોની ઘટ વર્તાઈ રહી છે. અને ગુજરાતી માધ્યમના ઉમેદવારો લાયક હોવા છતાં આજે તેઓને બેરોજગારીનો સામનો કરવો પડી રહયો છે.
ખાનગી નોકરીઓમાં પણ શોષણ અને હાલ કોરોનાની પરિસ્થિતિના કારણે રોજગારી મળી શકતી ન હોવાથી લાયક ઉમેદવારોને તાત્કાલિક ધોરણે રોજગારી આપવા આવેદનપત્રમાં અપીલ કરવામાં આવી હતી. અને વધુમાં ટેટ વેલિડીટીના જી.આર. વગર અન્ય માધ્યમિક ભરતી થઈ શકતી હોય તો તાત્કાલિક ધોરણે ગુજરાતી માધ્યમની પણ ભરતી કરવા માંગ કરી હતી.
જી.આર. લાગુ કરવો ફરજીયાત હોય તો તાત્કાલિક વેલિડીટી બાબતે નિર્ણય લઈ વિદ્યા સહાયકની ભરતી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. તો કેટલાક ઉમેદવારોને વય મર્યાદાનો પ્રશ્ન નડી રહયો હોઈ જી.આર.ના કારણે ફરીથી ત્રણ-ચાર મહિનાનો સમય નિકળી જતો હોય તો આ વેલિડીટી બાબતનો જી.આર. હાલની ભરતી પ્રકિ્રયામાં મુલત્વી રાખી આવનારી બીજી ભરતી પ્રકિ્રયામાં અમલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
આ તમામ બાબતોનું ધ્યાન રાખી વિદ્યા સહાયકોની ભરતી ૧૦ જુલાઈ સુધીમાં આપી દેવામાં આવે તેવી ઉમેદવારોએ માંગ કરી હતી અને જો તેઓની તાત્કાલિક ભરતી કરવામાં નહીં આવે તો તમામ ઉમેદવારો આંદોલનના માર્ગ વળવા તત્પર હોવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
Patan News in Gujarati, પાટણ સમાચાર, Latest Patan Gujarati News, પાટણ ન્યૂઝ, પાટણ જીલ્લાના આજના સમાચાર, Patan live news today, ઉત્તર ગુજરાતના સમાચાર