Demand of traders to stop anti social activities including rising water in Dev Darshan Complex
  • શહેરના દેવ દર્શન કોમ્પલેક્ષ નાના વેપારીઓએ વિવિધ સમસ્યાઓને લઈને આવેદનપત્ર સુપ્રત કર્યું..
  • કોમ્પલેક્ષ માં ઉભરાતા પાણી અને ગંદકી સહિત અસામાજિક પ્રવૃત્તિ બંધ કરાવવા વેપારીઓની માંગ..

શહેરના દેવ દર્શન કોમ્પ્લેક્સ ની સમસ્યા નાં નિવારણ મામલે કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા મંગળવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

વેપારીઓ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોમ્પલેક્ષ માં આવેલ પાણી ની ભુગર્ભ ટાકી તેમજ ઓવરહેડ ટાકીઓ દરરોજ ઉભરાય છે અને પીવા લાયક પાણીનો બગાડ થાય છે જેનાં કારણે અસહ્ય ગંદકી સજૉઈ છે અને તે ગંદકી ની સફાઇ પણ થતી ન હોવાથી પાણી જન્ય તેમજ ડેંન્ગ્યુ જેવા ભયાનક રોગ ફેલાવી ભિતી ઉભી થવા પામી છે . વેપારીઓ દ્વારા વારંવાર કોમ્પલેક્ષ નાં વહિવટ કરતા મુકેશભાઇ જયંતીલાલ શાહ ને રજુઆત કરવા છતા આજ દિન સુધી કોઇ સમસ્યા નો નિકાલ આવેલ નથી તો આ કોમ્પ્લેક્સ મા ખાદ્ધ પુરવથા, ચેરિટી કમિશ્નર ની કચેરી અને સરકારી ઓફિસો આવેલ છે.

દેવ દર્શન કોમ્પ્લેક્સ મા મુળ માલિકો દ્વારા ભાડે આપેલ દુકાનો, ઓફિસો, હોસ્ટેલો, ગેસ્ટ હાઉસ અને હોટેલો નાં કારણે કોમ્પલેક્ષ માં કચરો અને ગંદકી નુ સામ્રાજ્ય સજૉયુ છે તો આ કોમ્પ્લેક્સ મા ચાલતી અનૈતિક પ્રવૃતિઓ ને કારણે પણ વેપારીઓ પરેશાન બન્યા હોય આ બાબતે નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું વેપારીઓ એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024