નવરાત્રી 2020 Navratri

નવરાત્રી અંગે ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. શેરી ગરબા યોજાશે જ્યારે બની શકે કે 15મી ઓક્ટોબર બાદ મોટા ગરબાને પણ મંજૂરી મળી શકે આ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે.

અનલોક 5માં 100 લોકોને ધાર્મિક પ્રસંગો માટે છુટછાટ આપવામાં આવી છે અને  200 લોકોની છૂટ સાથે ગરબા યોજવાની બાબત વિચાર ધીન છે હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતુ. સરકારની નવી ગાઈડલાઈ પ્રમાણે 200 લોકો સાથે  ગરબા યોજવાની શક્યાતો છે. 

સરાકારની અનલોક 5ની ગાઈડલાઈનમાં કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક, શૈક્ષણિક, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે. આ નિર્ણય 15 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે.

30 સપ્ટેમ્બરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમાં નથી. ગ્રામ્ય કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે મંજૂરી આપવી એ મુદ્દે સરકારે હાલ કોઈ નિર્ણય કર્યો નથી. કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ આવે અને તેમાં જે છૂટછાટ અપાય તેના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.

અગાઉ રાજ્યના તમામ મોટા ગરબા આયોજકો ગરબા રમાડવાનો ઇનકાર કરી ચૂક્યા છે. 26 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોરોનાના કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને રદ કરાયો છે.

શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.