ધોરાજી ના કુંભારવાડા માં બે સમાજ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂથ અથડામણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
મળતી માહિતી મુજબ કુંભાર વાડા માં ગાડી કાઢવા બાબતે બબાલ થઇ હોવાની વાત સામે આવી રહી છે. સિદ્ધાર્થ સામજીભાઈ ચૌહાણ અને તેમનો મિત્ર PGVCAL ની ગાડી લઈ કુંભાર વાડા માં નીકળતા ગાડી કાઢવા બાબતે બબાલ થઇ હતી.
અનુસૂચિત જાતિ ના લોકો અને પટેલ સમાજ વચ્ચે પથર મારો થતા કુંભાર વાડા ની તમામ દુકાનો બંધ થઇ જવા પામી હતી. અનુસૂચિત જાતિના ત્રણ યુવકો ને ઇજા થતા ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઇ ધોરાજી પોલીસ દ્વારા શહેર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
રિપોર્ટર :- વિમલ સોંદરવા, ધોરાજી