Diamond industry
સુરતમાં ચાર મહિના બંધ રહેલ હીરા ઉદ્યોગમાં (Diamond industry) તેજી જોવા મળી રહી છે. હીરા ઉદ્યોગને તેજી પર લઈ જવા માટે રફ ડાયમંડની ખરીદી કરવી આવશ્યક બને છે. જોકે, આ ખરીદી આડે આંતરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પ્રતિબંધ નડી રહ્યો છે.
જેમ્સ એન્ડ જ્વેલેરી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના રિજનલ વડા અને સુરતના જાણીતા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ આ મામલે જણાવ્યું કે ‘સુરતમાં જે પોલિસીંગની ઇન્ડસ્ટ્રી છે, તેના માટે રફ હીરાની આવક ખૂબ જરૂરી છે. તો આ રફ હીરા ખરીદવા માટે વેપારીઓ જાતે જ સાઉથ આફ્રિકા, કેનેડા, બ્રસેલ્સ, રશિયા, બોટ્સવાના કે દુબઈ જતા હોય છે.’
તેમને વધુમાં ઉમેર્યુ કે, જે વેપારીઓ મોટા પાયે ધંધો કરે છે તેમની આતંરાષ્ટ્રીય બજારમાં ઓફિસ હોય છે, તેમના માટે સમસ્યા નથી પરંતુ એમએસએમઇ ચલાવતા વેપારીઓ જાતે જઈને ખરીદી કરે છે.
તો આ ચાર મહિના બંધ રહ્યા બાદ ખુલતાની સાથે જ હીરાનું બજાર (Diamond industry) સારૂં છે. આંતરાષ્ટ્રીય માર્કેટમાં ડીમાન્ડ પણ છે આથી સરકાર પાસે અમે આંતરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂકરવાની માંગણી કરીએ છીએ.
વેપારીઓ સુરતથી આતંરાષ્ટ્રીય બજારોમાં જઈને પોતાની રીતે બાર્ગેનિંગ કરીને માલ ખરીદી લાવતા હોય છે. ભારતમાં રો મટિરિયિલની ઉપલબ્ધતા 0 ટકા જેટલી છે. તથા વેપારીઓ દર મહિને જઈને પોતાનો મહિનોનો ક્વ઼ૉટા લઈ આવતા હોય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.