Nishikant kamat
ફિલ્મ ‘દ્રશ્યમ’ના ડાયરેક્ટર નિશિકાંત કામત (Nishikant kamat) નું નિધન થયું છે. જિંદગી અને મોત વચ્ચે એક લાંબો જંગ લડ્યા બાદ આજે સાંજે 4.24 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 50 વર્ષના હતા. તથા તેઓ છેલ્લા બે વર્ષથી લીવરની બીમારીથી પીડાતા હતા.
મરાઠી ફિલ્મ ડોંબિવલી ફાસ્ટથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારા કામતે 2008માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને મુંબઈ બોંબ વિસ્ફોટ પર આધારિત ફિલ્મ મુંબઈ મેરી જાન બનાવી હતી.
- આ પણ વાંચો : આ રાશિના લોકોના થાય છે Love marriage,પોતાના સાથીને કરે છે ખુબ પ્રેમ
- આ પણ વાંચો : 6 September સુધી આ રાજ્યમાં વધારવામાં આવ્યું લોકડાઉન
નિશિકાંત (Nishikant kamat) અનેક બોલિવૂડ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચુક્યા છે. જેમાં અજય દેવગન-તબ્બૂની દ્રશ્યમ, ઈરફાન ખાનની મદારી, મુંબઈ મેરી જાન સામેલ છે. નિશિકાંત કેટલીક ફિલ્મોમાં એક્ટિંગ પર પણ હાથ અજમાવ્યો હતો. તો ફિલ્મ રોકી હેન્ડસમમાં નેગેટિવ રોલમાં નજરે પડ્યા હતા. આ ઉપરાંત ઘણી મરાઠી ફિલ્મોમાં પણ તેણે રોલ કર્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.