Disha Patani

Disha Patani and Aditya Roy Kapoor

ફિલ્મ મલંગમાં દિશા પટાણી (Disha Patani)અને આદિત્ય રોય કપૂર જોવા મળ્યા હતા. તો દર્શકોએ બન્નેની કેમેસ્ટ્રીને રૂપેરી પડદે પસંદ કરી હતી. ત્યાર બાદ મોહિત સૂરીએ પોતાની આવનારી ફિલ્મ એક વિલન ટુ માટે પણ દિશા અને આદિત્યની લીધા હોવાનું જણાવ્યું હતું. પરંતુ આદિત્યને એક બીજી ફિલ્મ મળતા તેણે મોહિત સૂરીની એક વિલન ટુ છોડી દીધી.

આ પણ જુઓ : રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીના મુદ્દે આંદોલનકારી રોષે ભરાયા

સૂત્રો મુજબ, આદિત્યએ અહમદ ખાન પ્રોડયુસ એક એકશન ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં અહમદ ખાન આદિત્ય રોય કપૂર અને દશા પટાણીની જોડીને લેવાના છે. આદિત્યએ તો તારીખ પણ આપી દીધી છે અને આ વરસે જ શૂટિંગ શરૂ કરવાની યોજના છે. 

આ પણ જુઓ : North Korea : કિમ જોંગે દક્ષિણ કોરીયાની માફી માંગી

દિશાએ હજી ફિલ્મ સાઇન કરી હોવાના કોઇ જાણકારી નથી. પરંતુ આ ફિલ્મ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની વાત છે. જોકે વાત એવી પણ છે કે, આદિત્ય સાથે દિશા નહીં પરંતુ તારા સુતરિયા જોડી જમાવશે. જોકે તારાએ પણ હજી આ ફિલ્મ સાઇન કરી નથી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.