રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોને ઉજાગર કરતું પાટણ નું એક પરિવાર
તબીબી સેવાઓ માટે પોતાના દેહનું દાન કર્યું
સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ હવે દેહદાન નું મહત્વ વધતું જાય છે તબીબી જગત અને ભવિષ્યના તબીબો માટે ઉપયોગી બનવા માટે પોતાના મૃત્યુ બાદ દેહદાન ની જરુરિયાત પણ એટલીજ છે મૃત્યુ બાદ દેહદાન કરનારા ખરેખર સાચા દાનવીર છે.
ત્યારે પાટણના યશ બંગ્લોઝ માં રહેતા મુળ લણવા ના વતની અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તથા પોતાના પૂત્ર વિનોદભાઈ ને પણ શિશુ અવસ્થામાં RSS માં મોકલનાર અયોધ્યા કારસેવા માં જવા માટે પોતાની રજાચિઠ્ઠી માં કારસેવા જવામાટે રજા આપવાની સ્પષ્ટ માગણી કરનાર સ્વ.કાન્તિભાઈ બબલદાસ પટેલ નું તારીખ 3/6/2021 ના રોજ અવસાન થતાં સ્વર્ગસ્થ કાન્તિ ભાઈ અને તેમના પત્ની ગં.સ્વ.શાંતાબેન દ્વારા પોતાના પૂત્ર વિનોદ ભાઈ સમક્ષ મૃત્યુ ના અનેક વર્ષો પહેલાં દેહદાન કરવાની કરેલ ઈચ્છા અને પોતાની હયાતીમાં ભરી આપેલ.
સંમતિ પત્ર અનુસંધાને તેમના પૂત્ર અને RSS ના ચુસ્ત સ્વયંસેવક પાટણ ની SBI બેન્ક ના પૂર્વ મેનેજર વિનોદભાઈ કાન્તિ ભાઈ પટેલે પોતાના પિતાના મૃતદેહ ને અમદાવાદ ના સિવિલ ફોરેન્સિક લેબોરેટરીમાં મેડિકલ રિસર્ચ અને એજ્યુકેશન માટે મોકલી આપી રાષ્ટ્ર સેવા અને સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિવાર માં કેવી સમાજ માટે ઉદ્દાત ભાવના હોય છે એનું ઉદાહરણ છે જે પાટણ માટે ગૌરવ રુપી ઘટના છે
સ્વ.કાન્તિભાઈ પટેલ ના દેહના જરૂરી અવયવો ના દાન બાદના શરીર ને સિદ્ધપુર ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.