Meghraja's explosive batting in South Gujarat, rivers Ganditoor
  • ‘બેન્ક ખાતા નહીં, પૈસા ફ્રીઝ કરો’, DGPનો આદેશ  
  • નિયમપત્ર જારી કર્યાને એક અઠવાડિયું વિતી ગયું
  • પોલીસ તંત્રમાં બેંક ખાતા બ્લોક કરવાની અમર્યાદિત સત્તા

સાયબર નાણાકીય ફ્રોડના કિસ્સાઓમાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. પરંતુ, પાંચ લાખથી ઓછી રકમ હોય અને ફ્રોડના પ્રથમ ત્રણ લેયર સિવાયના બેન્ક એકાઉન્ટ હોય તે ફ્રીઝ ન કરતાં તેમાં લીયન એમાઉન્ટ એટલે કે ફ્રોડની રકમ જ ફ્રીઝ કરવી તેવો આદેશ રાજ્યના પોલીસ વડાએ કર્યો છે…..

અઠવાડિયુ થયું છતાં અમલ નથી થયો 

ડીજીપીએ આ નિયમપત્ર જારી કર્યાને એક અઠવાડિયું વિતી ગયું છે પરંતુ તેનો અમલ હજુ સુધી થઈ રહ્યો નથી. સાયબર ફ્રોડના કિસ્સામાં અમુક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતાં હતાં તેના પગલે રાહતરૂપ આદેશ કરાયો હતો. જો કે, આ આદેશનો હજુ અમલ થયો નથી. બીજી તરફ, શંકાસ્પદ ફ્રીઝીંગની તપાસ આરંભાઈ છે.

બેન્ક ખાતું ખોલાવવા જતા લોકોને પડતી મુશ્કેલીની ફરિયાદો વ્યાપક

ઓનલાઈન ફ્રોડ, ક્રિકેટ સટ્ટો, ઓનલાઈન ગેમિંગ કે પછી બિલિંગ કૌભાંડ કે ડબ્બા ટ્રેડિંગના પૈસાની હેરાફેરી ઓનલાઈન પેમેન્ટ ગેટ-વેના ઉપયોગથી કૌભાંડીઓને જાણે છૂટો દોર મળી ગયો છે. પોલીસ તંત્રમાં બેંક ખાતા બ્લોક કરવાની અમર્યાદિત સત્તા અને સીલસીલો શરૂ થવાથી હજારો બેન્ક ખાતાં ધારકોએ પોતાની નિર્દોષતા સાબિત કરી બેન્ક ખાતું ખોલાવવા જતા વ્યક્તિઓ તોડબાજી અને ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યાની ફરિયાદો વ્યાપક બની રહી છે. 

ગુજરાતમાં કુલ 156 કરોડની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી

વર્ષ 2023 દરમિયાન ફાઈનાન્સિયલ ફ્રોડના કિસ્સાઓમાં આખા દેશમાં ગુજરાતમાં આવેલી કુલ 1.21 લાખ ફરિયાદોમાં 156 કરોડની રકમ બેન્કો કે અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા લીયન એટલે કે ફ્રીઝ કરવામાં આવી હતી. 850 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના ફૂલ 850 કિસ્સામાં 17 ટકા એટલે કે 156 કરોડની રકમ ફ્રીઝ, લીયન કરી ગુજરાત દેશભરમાં ટોચનું રાજ્ય હતું. 

ગુજરાત પછી મહારાષ્ટ્રએ 103 કરોડ, કર્ણાટક 73 કરોડ, તમીલનાડુ 69 કરોડ, ઉત્તરપ્રદેશ 59 કરોડ અને આંધ્રપ્રદેશમાં 47 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં. સાયબર ફ્રોડના કિસ્સા ઉપર અંકુશ મેળવવા માટે ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર કાર્યરત છે તેમાં વર્ષ 2023માં કુલ 1200 કરોડની છેતરપિંડીની 4.7 લાખ ફરિયાદો આવી હતી….

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024