DSIR

DSIR

ગુજરાત સરકાર ના મહત્વપૂર્ણ flagship પ્રોજેકટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (DSIR) માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રીજીયન ની સ્થાપના માટે ના એમ ઓ યુ આજે ગાંધીનગર માં કરવામાં આવ્યા હતા.
‘ગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી’ અંતર્ગત દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડર રિજીયનના ભાગ રૂપે નિર્માણ પામી રહ્યો છે. DSIR અત્યારે વિવિધ સેવાઓ સાથે સજ્જ છે અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ભીમનાથ – ધોલેરા રેલ લાઇનના માધ્યમથી વ્યૂહાત્મક રીતે ઉપયોગી કનેક્ટીવીટીના વિકલ્પો પણ ધરાવે છે.

શહેરના નિર્માણ માટે માત્ર ઇમારતો જ નહીં પરંતુ સામાજિક બંધારણની મજબૂતી પણ સમયસર જોઇતી હોય છે. આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સેરેસ્ટ્રા મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ધોલેરા-સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં વિશ્વસ્તરીય ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયનની સ્થાપના માટે આ એમ.ઓ.યુ. કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર ગુજરાત સરકાર વતી ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસે તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર શ્રી જશમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, ધોલેરા પહેલું ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર છે જે ઇન્ડસ્ટ્રીઅલ 4.0 ઉત્પાદનને ટેકો આપવા માટે નિર્માણ પામી રહ્યું છે.
આ સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન તે વિસ્તારના સર્વાંગી વિકાસમાં વેગ આપશે અને ગુજરાતને નોલેજ ડ્રિવન ઈકોનોમી તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

આ વપન જુઓ : કૃષિ બિલને લઇ કેટલાક ખેડૂત નેતાઓ આજે ફરી ભૂખ હડતાળ પર

સેરેસ્ટ્રા વેન્ચર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન સ્થાપિત કરશે.
આ કંપની હૈદરાબાદ સ્થિત છે અને તે શિક્ષણ અને લાઈફ સાયન્સિસ સાથે સંકળાયેલા રોકાણ, બાંધકામ અને મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
શિક્ષણ જગત માટે જરૂરી એવા ગુણવત્તાસભર એજ્યુકેશન હબના નિર્માણમાં કંપની સંકળાયેલી છે જેમાં સ્કૂલનો પણ સમાવેશ થાય છે. આ કંપની હૈદરાબાદ મુંબઇ અને બેંગલુરૂ જેવા મહાનગરોમાં પણ પોતાના કારોબાર ધરાવે છે.

ધોલેરા ઔદ્યોગિક શહેર 920 ચો. કિમીમાં પથરાયેલું છે જેમાં ઉદ્યોગો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકો-સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય જરૂરી સેવાઓ માટે પણ વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી રહી છે.
ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયન (જી-એસઇઆર/G-SER) 1000 એકરમાં એજ્યુકેશન હબ તરીકે વિકસિત થશે તે ભવિષ્યમાં 5000 એકર સુધીમાં યુનિવર્સિટી ડિસ્ટ્રીક્ટ, સ્કૂલ ડિસ્ટ્રીક્ટ અને ઇનોવેશન ડિસ્ટ્રીક્ટ તરીકે વિકસિત થવાની ક્ષમતા પણ ધરાવે છે.
તેમાં વિદ્યાર્થીઓ માટે રહેણાંક, રમતગમતના કોમ્પ્લેક્સ, વગેરેની સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. વિશ્વના કોઇ પણ શૈક્ષણિક એકમ સાથે સ્પર્ધા કરવા માટે જી-એસઇઆર સક્ષમ હશે.

આ પણ જુઓ :વડોદરામાં પણ મ્યુકરમાયકોસીસથી એક વૃદ્ધાનું મોત

જી-એસઇઆર પ્રોજેક્ટમાં રોકાણથી રાજ્યના આર્થિક વિકાસને વેગ મળશે અને રોજગારની અનેક તકો ઉભી થશે. આ પ્રોજેક્ટ આવવાથી વધારાની ઘણી સવલતો ઉભી થશે જેનાથી અઢી લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસર પ્રાપ્ત થશે.
ધોલેરા ઇન્ડસ્ટ્રીઅલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી શ્રી. એમ.કે.દાસે કહ્યું, ‘‘ગુજરાતનો ટ્રેક રેકોર્ડ છે કે અહીં હંમેશા સામાજિક અને આર્થિક રીતે ઉપયોગી શ્રેષ્ઠ નિવડે તેવા વિકાસના મોડલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં નિર્માણ કરવામાં આવ્યા છે.

ભારતમાં ક્યારેય જોવા નહીં મળી હોય તેવી વૈશ્વિક શિક્ષણ વ્યવસ્થા ધોલેરામાં સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયનની મદદથી ઉભી થશે. એમ તેમણે ઉમેર્યું હતું.
સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર જસમીત છાબરાએ કહ્યું, ‘‘સેરેસ્ટ્રા શિક્ષણ ક્ષેત્રના રોકાણ માટેના અલગ-અલગ પ્લેટફોર્મ સાથે સંકળાયેલી ફર્મ છે. શિક્ષણ ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રચરમાં વૈવિધ્ય લાવવા અને ભારતમાં એજ્યુ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના નિર્માણ માટે સેરેસ્ટ્રા અગ્રેસર છે. જી-એસઇઆર સાથેના કરાર તે દિશામાં એક માઇલસ્ટોન છે. ’’

આ એમ.ઓ.યુ સાઈનિંગ વેળાએ શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, જી.આઈ.ડી.સીના એમ.ડી શ્રી એમ. થેન્નારસન અને ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના સી.ઈ.ઓ શ્રી હારિત શુક્લા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.