Due to cyclone Biparjoy educational work will be closed in the entire Patan district

cyclone Biparjoy : અરબ સાગરમાં ચક્રવાતી બિપરજોય વાવાઝોડું ઉદભવેલ છે, જે આગામી સમય દરમિયાન તોફાનમાં વધું તીવ્ર બની શકે છે. પરિણામે પાટણ જિલ્લામાં ખૂબ ઝડપથી ભારે વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

  • સમી,રાધનપુર અને સાંતલપુર તાલુકામાં તા.15.06.2023 થી તા. 17.06.2023 સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે
  • સમગ્ર પાટણ જિલ્લામાં તા.16.06.2023 થી 17.06.2023 સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે
  • આંગણવાડી, શાળા, કૉલેજનાં સ્ટાફને ફરજનાં સ્થળ પર હજાર રહેવાનું રહેશે
  • જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્રારા પ્રસિધ્ધ કરાયું જાહેરનામું

જિલ્લા શિક્ષણાધિકારી પાટણનાં આમુખ-1નાં પત્રથી સમી, રાધનપુર, અને સાંતલપુર તાલુકામાં તા.15,16,17 જૂન 2023 દરમિયાન આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની મંજુરી આપવા વિનંતિ કરેલ છે. જેથી ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકસાન થતુ અટકાવવા માટે અગમચેતીનાં પગલાં લેવા જરુરી જણાય છે. તેથી જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામા અનુસાર

1) પાટણ જિલ્લાનાં સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં તા.15.06.2023 થી તા. 17.06.2023 સુધી આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, તથા માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાઓ તથા કૉલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું રહેશે.

2)સમગ્ર પાટણ જિલ્લામાં તા.16.06.2023 થી 17.06.2023 સુધી આંગણવાડી, પ્રાથમિક શાળાઓ,તથા માધ્યમિક/ઉચ્ચ.મા. શાળાઓ તેમજ કૉલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું રહેશે.

નોંધ: આંગણવાડી, શાળા, કૉલેજનાં સ્ટાફને સદર હુકમથી મુક્તિ આપવામા આવતી નથી. સમગ્ર શૈક્ષણિક સ્ટાફને ઉપરોક્ત તારીખે ફરજનાં સ્થળ પર હજાર રહેવાનું રહેશે.

ઉક્ત હુકમનાં ભંગ બદલ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 55, 56 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024