પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ 73 માં પ્રજાસત્તાક પર્વ નીજિલ્લા કક્ષા ની ઉજવણી પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી .આ પ્રસંગે જિલ્લા માં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ માટે પસંદગી પામેલા સિદ્ધપુરના ડી.વાય.એસ.પી સી.એલ.સોલંકી ને આ પ્રસંગે કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટી દ્વારા પ્રશસ્તિ પત્ર આપી ને સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સી.એલ.સોલંકી એ અમદાવાદમાં થયેલ બૉમ્બ લાસ્ટના આરોપીઓ ની ઝડપી પાડવા, નકલી નોટ પકડવી, હથિયારો પકડવા અને ડિટેકટ મર્ડરનો ભેદ ઉકેલવો ઉપરાંત કોરના મહામારીમાં કરેલ સેવાકીય કાર્ય સહિતની કામગીરીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થવા પામી છે.
સી.એલ.સોલંકી નું પી.એસ.આઇ તરીકે નું પ્રથમ પોસ્ટિંગ પાટણમાં થયું હતું અને હાલ માં તેવો પાટણ જિલ્લામાં સિદ્ધપુર ડી.વાય.એસ.પી તરીકે ફરજ નિભાવી રહ્યા છે.