Earthquake

  • કોરોનાનો કહેર તથા વરસાદ અને વાવાઝોડાના માર વચ્ચે ગુજરાત વાસીઓ પર ફરીથી નવી આપતિ આવી છે.
  • ગુજરાતમાં રવિવારે રાત્રે 8.13 કલાકે (Earthquake) ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
  •  ભચાઉ પાસે વોંધ ગામે એપીસેન્ટર ધરાવતા 5.3ના ભૂકંપે કચ્છની ધરાને 10 સેકન્ડ સુધી ધ્રુજાવી હતી.
  • જ્યારે રાજકોટ અને મોરબી સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રણ આફ્ટર શોક અનુભવાયા હતા.
  • તો મોરબીમાં 4.8ની તીવ્રતા સાથે 7 સેકન્ડ સુધી અને પાટણ તથા ગાંધીનગર-અમદાવાદમાં 3.4 ની તીવ્રતા સાથે 5 સેકન્ડ સુધી કંપન અનુભવાયું હતું.
  • એપિસેન્ટર વર્ષ 2001ના ભૂકંપથી 15 કિમી દૂર જોવા મળ્યું હતું
  • વડોદરામાં પણ 2.4ની તીવ્રતા સાથે ત્રણથી ચાર સેકન્ડ સુધી હળવી ધ્રુજારી અનુભવાઈ હતી.
  • આમ રાજ્યના 12 જિલ્લામાં આંચકા અનુભવાયા,
  • તેમજ અમુક જગ્યાએ (Earthquake) ભૂકંપ પછી 2.2ની તીવ્રતાના 3 આફ્ટરશૉક અનુભવાયા હતા.
  • આંચકાની અસરો કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ઉત્તર-દક્ષિણ ગુજરાત સુધી મળી હતી
  • રાજકોટ, અમદાવાદ, કચ્છ, મોરબી સહિત અનેક વિસ્તારોમાં (Earthquake)ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
  • જામનગર પંથકમાં તેમજ કચ્છના અંજારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
  • ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
  • અમદાવાદમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અને ટેનામેન્ટ કે બંગલોમાં રહેતા લોકોને (Earthquake) ભૂકંપની ખબર પડી નહોતી.
  • આશ્ચયની વાત એ છે કે કેટલાક હાઈરાઈઝ બિલ્ડિગમાં ચોથા કે પાંચમાં માળે રહેતા હજારો લોકોને ભૂકંપનો અનુભવ થયો નહોતો.
  • સરદારનગર, હાંસોલ, રામોલ સરસપુર, ગોમતીપુર, રખિયાલ, વટવા સહિતનાં અનેક વિસ્તારોનાં લોકોને ભૂકંપની ખબર પડી નહોતી.
  • તો તેમના સગા સંબંધીઓએ ફોન કરીને ભૂકંપ આવ્યાની જાણ કરી હતી.
  • ભૂકંપને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ, કચ્છ અને પાટણના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોન તાત્કાલિક વાતચીત કરીને પરિસ્થતિની જાણકારી મેળવી હતી.
  • મુખ્યમંત્રીએ કલેક્ટરોને સતર્ક રહેવાની તાકીદ કરી હતી અને આ આંચકાઓને કારણે કોઈ નાનું મોટું નુક્સાન થયું હોય તેની વિગતો મેળવવા સૂચનાઓ આપી હતી.
  • મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કન્ટ્રોલ રૂમ પણ વધુ સઘન રીતે કાર્યરત કરી દેવા સૂચન કર્યું હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024