Patan : સાંતલપુરના એવાલ ગામ પાસે 2.69 કરોડના ખર્ચે ડેઝર્ટ સફારીનું નિર્માણ કરાયું – જાણો પ્રવાસીઓ માટે કેવી છે ખાસ સુવિધાઓ

3/5 - (1 vote)

Eco Tourism Centre And Desert Safari Patan : ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ગુજરાતમાં પર્યટકો માટે સાંતલપુરના એવાલમાં બોર્ડર એરિયા ડેવલપમેન્ટ હેઠળ 2019-20માં 2.69 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેને લઈ એક હેક્ટર જમીનમાં 2.69 કરોડના ખર્ચે પર્યટન સ્થળ માટે ઇકો ટુરિઝમ સેન્ટર 2020-22માં તૈયાર થઇ ગયું છે. આ સેન્ટર પરથી પ્રવાસીઓ ડેઝર્ટ સફારી (Desert Safari) કરી રણ દર્શન સહિત આસપાસના ધાર્મિક સ્થળોની સાથે આ વિસ્તારની સંસ્કૃતિ અને પ્રકૃતિના દર્શન કરી શકશે. 

બનાસકાંઠા જિલ્લાની સરહદે ઇન્ટર નેશનલ બોર્ડર પર આવેલા નડાબેટનો ડેઝર્ટ સફારી તરીકે વિકાસ થયો છે .તેમ હવે પાટણ જીલ્લાની રણકાંધીએ ડેઝર્ટ સફારી પ્રવાસન પોઇન્ટ નિર્માણ કરવામાં આવ્યો છે. એશીયાના સૌથી મોટા સાંતલપુરના ચારણકા સોલાર પ્લાન્ટ નજીકમાં એવાલ ગામ પાસે ભારત સરકારના બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત રૂ. 2.69 કરોડનો પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યો હતો.

ભારત સરકારના સરહદી વિસ્તાર વિકાસ પ્રોજેકટ અંતર્ગત સાંતલપુર તાલુકાના એવાલ ગામથી અડધો કિલોમીટર દુર 1 હેકટર જમીનમાં જ્યાં અગાઉ ગાડા બાવળોનું સામ્રાજ્ય હતું. જિલ્લા વન વિભાગના પ્રથમ મહિલા DFO બિંદુબેન પટેલને આ વિસ્તારનો વિકાસ કરવા અને અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા ઉમદા આશયથી એવાલ નજીક 2019-20માં રણ સફારી પ્રોજેકટ મંજુર કરાવવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડર એરિયા ડેવલપ મેન્ટ પ્રોજેકટ અંતર્ગત આ પ્રોજેકટ માટે રૂા.2.69 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા.

Eco Tourism Centre ખાતે બાળકો માટે બાલક્રિડાંગણ પણ બનાવાયું

એવાલની રણ સફારીને (Aval desert safari) નિહાળવા માટે વોચ ટાવરની પણ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે અને બાળકો માટે બાલક્રિડાંગણનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં આવતા પ્રવાસીઓ માટે વન્ય પ્રાણીઓને નિહાળવા જીપ્સીની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. આગામી સમયમાં આ રણસફારીનું લોકાર્પણ કરવામાં આવશે તેવું જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલે જણાવ્યું છે.

Desert Safari પ્રવાસીઓ માટે આકર્ષણ

આ રણસફારી માટે અંદાજે 37 કિલોમીટરનો સૂચિત રુટ નકકી કરવામાં આવ્યો છે. જેમાં આસપાસનાં ઈશ્વરીય મહાદેવ, વરુડી માતા, સરગુડી બેટ, સગત માતાજી મંદિર, ચારણકા સોલાર પ્લાન્ટ, ભારત પાકિસ્તાન બોર્ડર, સન સેન્ટ પોઇન્ટ, સહિતનાં સ્થળોનો પણ સમાવેશ કરાયો છે. અહીં આવેલ રણમાં પ્રવાસીઓ જીપ્સીમાં બેસીને ડેઝર્ટ સફારીમાં વન્ય પ્રાણીઓ જેવાકે ચિંકારા, શિયાળ, રણ લોકડી, નીલગાય, ઘુડખર, સાહુડી જેવા જંગલી પ્રાણીઓને પણ નિહાળી શકશે.

Eco Tourism Centre Patan Location

રણ સફારી સુધી પહોંચવા માટે પાટણથી આ સ્થળ લગભગ 100 કિમી જેટલું દૂર આવેલ છે. પ્રવાસીઓએ જીલ્લાના સાંતલપુરથી ગરામડી, જાખૌત્રા મઢુત્રા, અને વૌવા થઈ એવાલ સુધી જવું પડશે. આમ ભારત સરકાર, જીલ્લા વહીવટીતંત્ર, મહેસુલી વિભાગ અને વનવિભાગના અથાગ પ્રયત્નો બાદ જીલ્લાની રણકાંધીએ પ્રવાસીઓને રહેવા, જમવા સહિત રણસફારીમાં હરવા-ફરવાની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે .

પ્રવાસીઓ માટે કેવી છે ખાસ સુવિધાઓ?

આ રણસફારીમાં પ્રથમ તબકકામાં 1 હેકટર જમીનમાં પ્રવાસીઓને રહેવા અને જમવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સહેલાણીઓ માટે દિવસે અને રાત્રી રોકાણની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં પાર્કિંગ એરિયા, ડાઇનીંગ એરીયા, ચાર સીંગલ કોટેજ, બે ડબલ કોટેજ અને મોટી ફેમીલી માટે 10 બેડની ડોર મેટ્રીક રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રહેવાની સાથે જમવાનીની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures