ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આદેશને લઇ આજે સમગ્ર ગુજરાત મા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
ત્યારે ઇડરમા પણ આજે ઇડર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. ઇડર આરામ ગૃહથી પોલીસે કાર્યક્રમ પહેલા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને અટકાવ્યા હતા.
અને ૩૦ થી વધુ કોંગ્રેસી કાર્યકરોની ઇડર પોલીસે અટકાયત કરતા પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે શાિબ્દક પ્રહારો થયા હતા. ત્યારબાદ પોલીસે કોંગ્રેસના તમામ કાર્યકરો ને પોલીસ વાનમાં બેસાડી ઈડર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
ત્યાં કોંગ્રેસના અટકાયત થયેલા કાર્યકરોએ સરકારને સદબુધીધ આવે તે માટે રામધૂન બોલાવી હતી.