Radhanpur closed today

ગુજરાતની ત્રણ અલગ અલગ ઘટનાઓના પડઘા આજે પડ્યા છે. જેને પગલે ત્રણ શહેરોમાં બંધ પાળવામાં આવ્યો છે. ધંધૂકામાં યુવકની હત્યા, રાધનપુરમાં યુવતી પર વિધર્મી યુવાને હિન્દુ યુવતી પર હુમલાની ઘટના અને ડિંગુચા ગામમાં ગુજરાતીઓના મોતને પગલે ગામ લોકોએ બંધ પાળ્યો છે. સાથે જ રાધનપુર બંધ મુદ્દે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાટણ અને રાધનપુર પોલીસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ સહિતના પોલીસ કર્મીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એલસીબી ,એસઓજી બે ડીવાયએસપી સહિત ૨૦૦ પોલીસ કર્મીનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી કોઈ મોટો બનાવ ન બને.

ધંધુકા બંધ

ધંધૂકામાં 25 તારીખે ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે અને ધંધૂકા બાદ બોટાદ, રાણપુર બંધ રહ્યા પછી આજે શનિવારે બાવળા સંપૂર્ણ બંધનું એલાન હિન્દુ યુવા વાહીની, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે.

રાધનપુર સજ્જડ બંધ

પાટણના સેરગઢમાં યુવતી પર હુમલાના વિરોધમાં આજે રાધનપુરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. ગત રોજ વિધર્મી યુવાને દીકરી પર હુમલો કર્યો હતો. જેના પગલે આજે પાટણનું રાધનપુર બજાર બંધ કરાયુ છે. હુમલાની ઘટનાના પગલે રાધનપુર બંધનું આહ્વાન કરાયું હતું. રાધનપુરની આદર્શ વિદ્યા સંકુલ ખાતે ચૌધરી સમાજની બેઠકમાં આ નિર્ણય લેવાય હતો. બેઠકમાં આજે રાધનપુરની બજાર બંધ રાખવાનું હિન્દુ સમાજ દ્વારા આહવાન દ્વારા કરાયું છે. તેમજ સમાજની બેઠક બાદ વિશાળ રેલી યોજી આવેદનપત્ર અપાશે. સાથે જ ધંધૂકામાં હિન્દુ સમાજના યુવાનની હત્યાને લઈને માલધારીઓ પણ રેલીમાં જોડાશે.

ડિંગુચા ગામ પણ બંધ પાળશે

અમેરિકા-કેનેડા બોર્ડર પર 4 ઠંડીમાં થીજી જવાથી 4 ગુજરાતીઓના મોતના મામલે આજે ડિંગુચા ગામના લોકોએ સ્વૈચ્છિક બંધ પાળ્યો છે. મૃત્યુ પામેલા 4 લોકોના શોકમાં આજે ડિંગુચા ગામ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ડિંગુચા ગામમાં બંધ પાળી શોક પાળવા ગ્રામજનોએ જાહેર કર્યું છે. ગામના જગદીશ પટેલ તેમની પત્ની બે બાળકના મોત થયા હતા. આ ચારેયના અંતિમ સંસ્કાર કેનેડામાં કરવાનો પરિવારે નિર્ણય લીધો છે.

ધંધૂકામાં યુવકની હત્યા કેસમાં અમદાવાદમાં મૌલાનાની ધરપકડ બાદ મોટો ખુલાસો થયે છે. ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલ મૌલાના યુવાનોને કટ્ટરવાદી સ્પીચ આપી પ્રેરિત કરે છે. આ મામલે ગુજરાત ATS એ તપાસ શરૂ કરી છે. પોલીસે સોશિયલ મીડિયાને લઈને તપાસ શરૂ કરી છે. મૌલાનાએ ફાયરિંગ કરનાર આરોપી યુવકને પિસ્તોલ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024