2024ના લોકસભાના પરિણામો આવી ગયા છે. જો કે ભારતીય જનતા પાર્ટીની બેઠકો પરિણામોમાં નોંધપાત્ર રીતે ઘટી હતી અને શાસક પક્ષ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયો હતો, તેમ છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. તેઓ એક દિવસ બાદ વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. આવી સ્થિતિમાં તેમને દેશ અને દુનિયાના અનેક લોકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. 

અબજોપતિ ઉદ્યોગપતિ અને ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના CEO એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું કે, મારી કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સુક છે. એલોન મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર છે.

ગત વર્ષે PM  મોદી સાથે એલોન મસ્કે કરી હતી મુલાકાત

ગત વર્ષે જૂનમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યાં એલોન મસ્કે તેમની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પોતાને મોદીના ફૈન ગણાવતા મસ્કે કહ્યું હતું કે, ટેસ્લા ભારતમાં રોકાણ કરશે. બીજી તરફ Tesla કંપની દ્વારા ગત વર્ષે જુલાઈમાં કહેવામાં આવ્યું હતું કે, અમે 24,000 ડોલરની કિંમત વાળી EVનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ફેક્ટરી ખોલવામાં રસ ધરાવે છે.

એલોન મસ્કે સૌથી પહેલા 2019ની શરૂઆતમાં જ ભારતમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો હતો. જો કે, તેમણે હાઈ ઈમ્પોર્ટ ટેક્સ અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ ભારત સરકારનું સ્પષ્ટ કહેવું છે કે, જો ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે તો પછી કન્સેશન પર વિચાર કરવામાં આવશે. સરકારે ટેસ્લાને ભારતમાં ચીન નિર્મિક કાર વેચવાની મંજૂરી નથી આપી. સરકારે એલોન મસ્કની કંપનીને દેશમાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા કહ્યું હતું જેથી ડોમેસ્ટિક સેલ અને એક્સપોર્ટ માટે પ્રોડક્શન થઈ શકે.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024