Facebook plans to change its name

Facebook plans to change its name : Social media giant Facebook Inc is planning to rebrand the company with a new name next week, as per a report by The Verge. Facebook Chief Executive Officer (CEO) Mark Zuckerberg is expected to discuss the name change at the company’s Connect conference on October 28, the website reported on Tuesday.

વિશ્વના અનેક દેશોમાં સિક્યોરિટી અને કન્ટેન્ટ મામલે સતત વિવાદોમાં ઘેરાયેલ સોશિયલ મીડિયા કંપની પોતાનું નામ ચેન્જ કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, આવતા અઠવાડિયે જ તેના નવા નામની જાહેરાત કરવામાં આવશે. અત્યારે ફેસબુક (Facebook) પોતાની કંપની હેઠળ, વોટ્સએપ,ઈન્સ્ટાગ્રામની સાથે અનેક એપની માલિકી ધરાવે છે અને સમગ્ર દુનિયામાં આ સોશિયલ મીડિયાનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Facebook plans to change its name

છેલ્લા કેટલાક વર્ષોમાં યુઝર્સ અને અનેક દેશની રાજનૈતિક પાર્ટીમાં ફેસબુકના કન્ટેન્ટ અને પ્રાઇવસી પોલિસી અંગે અવિશ્વાસની લાગણી ઊભી થઈ છે અને આ જ કારણે ફેસબુકને ઘણા ખરા દેશમાં કરોડો રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો છે. અનેક યુઝર્સ તેના કન્ટેન્ટ અને સિક્યુરિટીના અભાવના કારણે ફેસબુક પ્રત્યે ધૃણા દર્શાવી ચૂક્યા છે.

યુઝર્સમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાના કારણે ફેસબુક પરેશાન છે અને આ કારણે જ કંપની પોતાની બ્રાન્ડ ઇમેજ બદલવાની કોશિશ કરી રહી છે અને આ રિબ્રાન્ડિંગ એક્ટિવિટીમાં પણ હજારો કરોડનો ખર્ચ થાય તે સંભવ છે. વિવિશ દેશોમાં માર્ક ઝુકરબર્ગ વિરુદ્ધ અભિયાન પણ ચલાવાઈ રહ્યાં છે અને સમયાંતરે ડેટા લીકના સમાચાર સામે આવવાના કારણે લોકોનો ઈન્ટરેસ્ટ પણ ઓછો થઈ ગયો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024