સાળંગપુર અને શેથળી વચ્ચે અકસ્માત સર્જાતા બોટાદ ના દલવાડી પિતા-પુત્ર નું મોત.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના વાસણા ગામના મુળ વતની અને હાલ રણછોડનગર તુરખા રોડ, બોટાદ ખાતે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ અરજણભાઈ ખાંદળા (દલવાડી) ઉં.વ.-૩૫ આજે તેના પુત્ર વેદાંતનો જન્મદિવસ હોઈ પોતાનું સ્પ્લેન્ડર મો.સા.GJ 04 AB 9591 નંબરનું લઈને બંને પિતા-પુત્ર સાળંગપુર દર્શન કરવા ગયેલ.
દર્શન કરીને પરત આવતા હતા ત્યારે સાંજના ૬:૩૦ કલાક આસપાસ સાળંગપુર અને શૈથળી વચ્ચે અચાનક તેનું મોટરસાયકલ સિમેન્ટ ના થાંભલા સાથે અથડાતાં બંને પિતા-પુત્રને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે બંનેનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
બંનેની લાશને પી.એમ અર્થે સોનાવાલા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ છે. ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.