સગો પિતા નરાધમ બની દીકરી ઉપર સતત છ માસ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો.

પોસ્ટ કેવી લાગી?

સિદ્ધપુર ના કુવારામાં સગા બાપે જ પોતાની દીકરીને હવસનો શિકાર બનાવી સતત છ માસ સુધી દુષ્કર્મ કર્યા ની દિલ હચમચાવી દેનારી તેમજ હેવાનીયતની હદ પાર કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમા ચકચાર વ્યાપી જવા પામી છે.

આ અંગે દીકરીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશને પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર પિતાની તુરંત જ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે એક હવસખોર પિતાએ પોતાની સગી દીકરી ઉપર અનેક માસ સુધી અનેક વાર દુષ્કર્મ ગુજારી હવસ નો નગ્ન નાચ ખેલ્યો હોવાથી દીકરીએ આરોપી પિતા થી ત્રસ્ત બની પોતાના પતિને સહકારથી જર્ધન્ય કૃત્ય આચરનાર નરાધમ પિતા વિરુદ્ધ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

આ સમાચાર વાયુ વેગે સિદ્ધપુર પંથક માં ફેલાતા આવા હવસખોર પિતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. પિતા અને પુત્રી ના પવિત્ર સંબંધોને તારતાર કરનાર પિતાથી ત્રસ્ત થઈ ઉઠેવી દીકરીની આ અરસામાં સગાઈ પણ થઈ ગઈ હતી તેમ છતાંય નરાધમ પિતા દીકરી ઉપર સતત દુષ્કર્મ આચરતો રહ્યો હોવાનો આરોપ દીકરી એ લગાવ્યો હતો. ત્યારબાદ દીકરી ના ગતમાસે જ લગ્ન થઈ જતાં તેણીનીએ પોતાના પતિને આ સઘળી વિગતો જણાવતા પતિએ તેણીની ને હિંમત આપતા આ દીકરી એ પોતાના સગા પિતા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યા ના આરોપ સબબ ની ફરિયાદ સિદ્ધપુર પોલિસ મથકે નોંધાવતા પોલીસે શૂન્ય નંબરે ફરિયાદ નોંધી કાકોશી પોલીસ મથકે તપાસ અર્થે ટ્રાન્સફર કરી હતી. આ અંગે કાકોશી પીએસઆઈ સી.એન.દવે આગળ ની તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures