પાટણ : સીએનજી પંપના કર્મચારી અને ગ્રાહક વચ્ચે થઇ મારામારી

Patan News : પાટણના ચાણસ્મા હાઇવે ઉપર હારીજ-પાટણ-ચાણસ્માનાં ત્રણ રસ્તા સુદામા ચોકડી પાસે આવેલા ‘પરમ’ સી.એન.જી પેટ્રોલ પંપ પર અત્રેનાં કર્મચારી અને ગાડી લઇને ગેસ ભરાવવા માટે આવેલા ગ્રાહક વચ્ચે બોલાચાલી અને મારામારી થવા પામી હતી. આ બનાવ અંગે સામસામી ફરીયાદો નોંધાઇ હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં સુદામા ચોકડી પાસે સીએનજી ‘પરમ’ પેટ્રોલ પંપના કર્મચારી અશોકભાઈ આહિર રે. પાટણવાળા પંપ ઉપર ઉભેલી ગાડીઓમાં ગેસ ભરતા હતા ત્યારે ગોવિંદજી અને અતુલજી ઇક્કો ગાડી લઇને આવ્યા હતા ને પોતાની ગાડીમાં ગેસ ભરવાનું કહેતાં કર્મચારી અશોકભાઈએ લાઈનમાં ગાડી ઉભી કહેતા ગોવિંદજીએ લઇ આવીને અશોકની ફેંટ પકડીને ગાળોબોલી ‘ગાડીમાં ગેસ પૂરી દે નહિં તો અહીંયા નોકરી કરવા નહિં દઉં તેવી ધમકી આપી બંને જણાએ અશોકની ફેંટ પકડી લાફા તથા ગડદાપાટુનો માર મારીને જતા રહ્યા હતા. બાદમાં બીજા બે વ્યક્તિઓ રણવીર અને શૈલેષજીએ એક્ટિવા પર આવી ધોકાથી અશોકને હાથ અને પગે માર મારીને ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે અશોકની ફરીયાદ આધારે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે સામા પક્ષે ગોવિંદસિંહે પણ અશોક આહિર સામે ફરીયાદ નોંધાવી હતી. તેમાં આક્ષેપ કર્યો હતો કે, તેઓ ઇકોમાં ગેસ પૂરાવવા માટે ગયા હતા ત્યારે અશોકે તેમની સાથે તકરાર કરી ધોકાથી અને ગડદાપાટુનો માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધ્યો હતો.

Jay Prajapati

Related Posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

લિલિયામાં પોણો ઈંચ, લાઠીમાં પોણો ઈંચ વરસાદ વાંકાનેરમાં પોણો ઈંચ, જલાલપોરમાં પોણો ઈંચ ડેડિયાપાડામાં પોણો ઈંચ, ઉચ્છલમાં પોણો ઈંચ નવસારીમાં અડધો ઈંચ, અમરેલીમાં અડધો ઈંચ વરસાદ કપરાડા, ખંભાળિયા, માંગરોળમાં વરસાદ…

સુરાગપુર ગામે બોરવેલમાં પડેલી બાળકી જીંદગીનો જંગ હારી

You Missed

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

મસ્ક બાદ રાહુલ ગાંધીએ  EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

આવા પોલીસ કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડાડયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત
Panchang || 16. 06,.24 || Rashifal 16-06-2024 Today’s Horoscope 15 June 2024 Today’s Almanac 15 June 2024 Rashifal 14-06-2024