ભારતમાં ઓક્ટોબરમાં આવશે વધુ પાંચ રાફેલ વિમાન

પોસ્ટ કેવી લાગી?

Raphale

ઓક્ટોબરમાં બીજી બેચના આ પાંચ રાફેલ (Raphale) વિમાન ભારત પહોંચશે. ભારતને ફ્રાંસે વધુ પાંચ રાફેલ જંગી વિમાન સોંપી દીધા છે. રાફેલની પહેલા બેચમાં સામેલ પાંચ વિમાનોને 10 સપ્ટેમ્બરે એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. આ રાફેલ પશ્ચિમ બંગાળમાં કલઈકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. જે ચીન સાથે લાગેલી પૂર્વી સરહદની સુરક્ષા કરશે.

રાફેલની તૈનાતી અંબાલા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવી છે. રાફેલનો અફઘાનિસ્તાન, લીબિયા, માલી અને ઈરાકમાં ઉપયોગ કરાઈ ચૂક્યો છે અને હવે ભારત પણ ઉપયોગ કરશે. 4.5 ફોર્થ જનરેશનના ફાઈટર જેટ રાફેલ આરબી-001થી 005 સીરિઝના હશે. 

આ પણ જુઓ : આ રાજ્યમાં ખુલ્લી બીડી અને સિગારેટ વેચવા પર પ્રતિબંધ મુકાયો

રાફેલ એરક્રાફ્ટ સરહદ પાર કર્યા વિના દુશ્મનના ઠેકાણાને નાબૂદ કરવાની ક્ષમતા રાખે છે. એર સ્પેસ વિના બોર્ડર ક્રોસ કરવામાં આવેલા રાફેલ પાકિસ્તાન તરફ અને ચીનની અંદર 600 કિલોમીટર સુધીના ટારગેટને સમગ્ર રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. આ વિમાનને હવામાં જ રિફ્યુલ કરવામાં આવી શકે છે. એર-ટુ-એર અને એર-ટુ-સરફેસ મારક ક્ષમતામાં સક્ષમ રાફેલની રેન્જ આમ તો 3700 કિલોમીટર બતાવવામાં આવી રહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures