geeta rabari

ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે આવેલા લીમજા માતાજીના મંદિરમાં ગુરુવારે બપોરના સમયે લોકગાયિકા ગીતા રબારી આરતીનું શૂટિંગ કરવા માટે આવતાં દેલમાલ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ભીડ ઉમટતાં કોરોના ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન થયુ હતુ.

લોકો કે લોકગાયિકાના મોઢા પર માસ્ક જોવા મળ્યુ ન હતુ. જ્યારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. એક તરફ કોરોનાની ત્રીજી લહેર પાટણ પંથકમાં વકરી રહી છે, રોજ બરોજ અસંખ્ય કોરોના પોઝિટિવ કેસ પાટણ પંથકમાં પ્રકાશમાં આવી રહ્યા છે. જેને લઇને જિલ્લા પ્રશાસન દ્વારા કોરોનાનું સંકમણ અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ત્યારે હાલની આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતી ગાયિકા ગીતા રબારી દ્વારા આરતીનાં શુટીંગનું દેલમાલ ગામે લીમજા માતાજીનાં મંદિરે આયોજન કરતાં લોકોની મોટી ભીડ એકઠી થઈ હતી. મંદિરના ગર્ભગૃહમાં આરતીનું શૂટિંગ કરાયા બાદ લોકોની ભીડ વચ્ચે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વિના મોઢે માસ્ક પહેર્યાવિના મોટી સંખ્યામાં બેઠેલા લોકોની વચ્ચે કોરોનાના ડરની એસીતેસી કરીને લોક ગાયિકા આવી પહોંચતા સરકારની કોવિડગાઈડ લાઈનનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.

આ અંગે ચાણસ્મા મામલતદાર નીતિનકુમારએ જણાવ્યું હતું કે, કોઈપણ પૌરાણિક મંદિર ભારત સરકારના પુરાતત્વ વિભાગના હસ્તક વહીવટ હોય ત્યારે પુરાતત્વ વિભાગ શૂટિંગ કે અન્ય કાર્યક્રમોની મંજૂરી આપતો હોય છે. જો સામાન્ય કોઈ લોકો ધાર્મિક કે લગ્ન કરે ત્યારે કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવું અથવા સરકારના કેટલાક પ્રતિબંધો હોય છે. જ્યારે ગુજરાતના કલાકાર જ્યારે શૂટિંગ કરવા માટે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોની ભીડ થતી હોય છે. દેલમાલ ખાતે લોક ગાયિકા ગીતા રબારીનું શૂટિંગ જોવા માટે મોટી જનમેદની એકઠી થતાં કોરોનાની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024