Janmashtami
- શ્રાવણ મહિનો શરૂ થતા રાજ્યમાં હવે તહેવારો શરૂ થઈ ગયા છે.
- આગામી 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી આવી રહી છે.
- તો કોરોના પગલે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે.
- તા. 12મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમી (Janmashtami) છે અને એ દિવસે પણ લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર સમુ જગતમંદિર બંધ રહેશે
- અને આવું ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે.
- જો કે ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના હશે કે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવમાં ફક્ત પુજારી પરિવાર સિવાય કોઇ નહી હોય.
- દ્વારકા મંદિરના પુજારીએ જણાવ્યું કે, કોરોના મહામારીના પગલે તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાને અમે બીરદાવીએ છીએ.
- જન્માષ્ટમી (Janmashtami) વખતે ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે ભક્તો દર્શનનો લાભ લેતા હોય છે.
- વૈશ્વિક મહામારી કોરોના ન ફેલાય એ હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.
- જો કે, આ દરમિયાન મંદિર નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે.
- પરંતુ દ્વારકાધીશના જન્મોત્સવમાં એટલે કે જન્માષ્ટમી પૂજારી પરિવાર સિવાય અહીં કોઇ ભાગ લઇ નહીં શકે.
- જોકે આ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના ઓનલાઈન દર્શન કરી શકશે.
- કલેક્ટરે જાહેરનામામાં જણાવ્યું છે કે, જન્માષ્ટમી (Janmashtami) પ્રસંગે દ્વારકામાં લગભગ દોઢ લાખ લોકો ભેગા થતા હોય છે.
- તો ચાલુ વર્ષે કોરોનાને કારણે જો આટલી મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ ભેગા થાય તો રોગ વધુ ફેલાય આથી આ નિર્ણય લેવાયો છે.
- તેમજ બહારથી આવનારા યાત્રીઓ કોરોના સંક્રમિત હોઇ શકે.
- આ કારણે દ્વારકામાં તેમનો પ્રવેશ નિષેધ હોવો જરૂરી છે.
- આ જ રીતે ડાકોર રણછોડજીનું મંદિર જન્માષ્ટમીએ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
- ડાકોર રણછોડજીનું મંદિરમાં જન્માષ્ટમીએ બંધ બારણે ઉજવણી કરાશે.
- કોરોનાને પગલે ભક્તોને પ્રવેશ નહીં મળે.
- જો કે, સરકારી ગાઈડલાઈન પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી મંદિર બંધ છે.
- તો ડાકોરના રણછોડરાયજી અને દ્વારકાનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લાખો શ્રદ્ધાળુઓને ઝાટકો પહોંચાડે તેવો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow