Dean Jones
ગુરૂવારે ક્રિકેટ વર્લ્ડના મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટ્રેટર ડીન જોન્સ (Dean Jones)નું કાર્ડિયક અરેસ્ટથી નિધન થઈ ગયું છે. તેઓ આઈપીએલ કોમેન્ટ્રી માટે મુંબઈમાં હતા. ડીન જોન્સને 80ના દાયકાના અંતમાં તો 90ના દાયકાની શરૂઆતમાં વિશ્વના બેસ્ડ વનડે બેટ્સમેનોમાં સામેલ કરવામાં આવતા હતા.
ડીન જોન્સે ઓસ્ટ્રેલિયા માટે 16 માર્ચ 1984ના પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. વનડેની વાત કરીએ તો તેમણે 30 જાન્યુઆરી 1984ના પાકિસ્તાન વિરુદ્ધ એડિલેડમાં પર્દાપણ કર્યું હતું
આ પણ જુઓ : DRDO દ્વારા લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ
વર્ષ 2019મા તેમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ સ્પિનર તથા ફાસ્ટ બોલર વિરુદ્ધ દમદાર બેટિંગ કરતા હતા. વિકેટો વચ્ચે રનિંગના મામલામાં પણ તેમને ગજબ માનવામાં આવતા હતા. તેમણે ટીમ માટે કુલ 52 ટેસ્ટ રમી જેમાં 46.55ની એવરેજથી 3631 રન બનાવ્યા. તેમનો બેસ્ટ સ્કોર 216 રન હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.